ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,77,598 થયો
ગુજરાતમાં થોડા દિવસો પહેલાં કોરોનાનાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. પણ હવે ફરીથી રાજ્યમાં કોરોના (Gujarat Corona)નાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. દિવાળીનો તહેવાર નજીક હોવાની વચ્ચે કોરોનાનાં કેસોની સંખ્યા વધતાં રાજ્યની જનતાને જાગૃત થવાની જરૂર છે. રાજ્યમાં આજે કોરોના (Covid 19)નાં નવાં 990 કેસો નોંધાયા હતા. અને 7 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1055 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા હતા.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 990 કેસ નોંધાયા છે. સાથે આજે 1055 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયનાં કુલ કોરોનાનાં કેસોની સંખ્યા 1,77,598 પર પહોંચી છે. જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે કુલ 3,747 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને કુલ 1,61,525 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 90.95 ટકા છે. આજે રાજ્યમાં કુલ 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 63,13,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,326 છે, જેમાં 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો 12,259 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 2-2 દર્દીઓનાં મોત નિપજ્યા છે. તો દાહોદ-ગાંધીનગર અને સુરત જિલ્લામાં 1-1 વ્યક્તિ એમ કુલ 7 વ્યક્તિનાં મોત નિપજ્યા છે.
ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 975 કેસ નોંધાયાં હતા, જ્યારે કોવિડ-19ના કારણે સારવાર દરમ્યાન વધુ 6 દર્દીનાં મોત નિપજ્યાં હતા. બીજી તરફ વધુ 1022 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..શિયાળામાં હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યામાં કરી લો બસ આ 8માંથી 1 ઉપાય.. જાણો અને શેર કરો..