ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1327 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,44,027 થયો
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1327 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,44,027એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 13 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3512એ પહોંચ્યો છે. જ્યારે 1405 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.94 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 57,513 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત 276, અમદાવાદ 187, રાજકોટ 155, વડોદરા 124, જામનગર 90, પાટણ 48, મહેસાણા 43, બનાસકાંઠા 34, અમરેલી 30, ભાવનગર 33, કચ્છ 27, જામનગર 26, ગાંધીનગર 39, અમદાવાદ 22, મોરબી 22, પંચમહાલ 20, સુરેન્દ્રનગર 19, ભરૂચ 16, જુનાગઢ 31, મહીસાગર 16, ગીર સોમનાથ 15, આણંદ 11, દાહોદ 11, નર્મદા 11, પોરબંદર 11, સાબરકાંઠા 11, ખેડા 9, બોટાદ 7, દેવભૂમિ દ્વારકા 7, નવસારી 7, છોટા ઉદેપુર 6, અરવલ્લી 5, તાપી 4, વલસાડ 3 મળી કુલ 1327 કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, સુરત કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 1, રાજકોટ 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3512એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 123770 નાગરીકો સાજા થઈ ગયા છે. 3512ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,745 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 94 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,651 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..