ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1,320 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,01,695 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 39 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,320 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા કુલ આંકડો 1,01,695 પર પહોંચ્યો છે.

ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,320 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો આજે 1,218 દર્દીઓ સાજા થયા છે અને ખાસ વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.02% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,219 છે. સંક્રમણથી 14 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3078 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,35,369 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે મહાનગરો અમદાવાદમાં 171, સુરતમાં 271, રાજકોટમાં 162, વડોદરામાં 125 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 111 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.

04/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 171
સુરત 271
વડોદરા 125
ગાંધીનગર 36
ભાવનગર 53
બનાસકાંઠા 24
આણંદ 12
રાજકોટ 162
અરવલ્લી 3
મહેસાણા 26
પંચમહાલ 29
બોટાદ 6
મહીસાગર 7
ખેડા 7
પાટણ 30
જામનગર 111
ભરૂચ 19
સાબરકાંઠા 14
ગીર સોમનાથ 15
દાહોદ 12
છોટા ઉદેપુર 6
કચ્છ 25
નર્મદા 20
દેવભૂમિ દ્વારકા 10
વલસાડ 6
નવસારી 13
જૂનાગઢ 29
પોરબંદર 0
સુરેન્દ્રનગર 14
મોરબી 2
તાપી 13
ડાંગ 0
અમરેલી 26
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો