ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 975 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,76,608 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 83 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 24 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત્ છે અને ભારતમાં પણ કોરોનાના કેસમાં આંશિક રાહત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકના ગુજરાતમાં 1000થી ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાથી વધુ નોંધાઇ રહ્યો છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 793.43 ટેસ્ટ કરવામાં આવે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 975 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,76,608 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 90.86 ટકા થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 52,739 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 62,10,550 પર પહોંચ્યો છે.

આજે 1022 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,76,608 પર પહોંચ્યો છે. આજે 6 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,740 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 1, બનાસકાંઠીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,398 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 214, અમદાવાદમાં 174, વડોદરામાં 111 અને રાજકોટમાં 85 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે જામનગર, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં કોરોનાના કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બોટાદ, વલસાડ અને પોરબંદરમાં આજે એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્ય કોરોનાના કેસોમા સતત ઘટાડો થઇ રહ્યો છે તેમ કેસની સાથે દવાઓના વપરાશમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનના વપરાશમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, રોજનો 240ની જગ્યાએ 135 મેટ્રીક ટન ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો છે. રેમડેવસીવીર ઇન્જેક્શનમા પણ 1/3 ઘટાડો થયો છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોના વાયરસ હજુ ગયો નથી. નિયમોનું પાલન સતત બધાએ કરવાનુ જરૂરી છે.

કોરોના મુદ્દે રાજકોટથી સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. રાજકોટમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 2 લોકોના મૃત્યુ થયા છે. આજે એક પણ મોત નહીં. રાજકોટની હોસ્પિટલમાં કોરોનાના 2164 બેડ ખાલી પડ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના રિકવરી રેટ 93.19 ટકાએ પહોંચ્યો છે. રાજકોટમાં 19 જ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત 

04/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 174
સુરત 214
વડોદરા 111
ગાંધીનગર 39
ભાવનગર 17
બનાસકાંઠા 30
આણંદ 13
રાજકોટ 85
અરવલ્લી 12
મહેસાણા 32
પંચમહાલ 9
બોટાદ 0
મહીસાગર 4
ખેડા 11
પાટણ 25
જામનગર 27
ભરૂચ 10
સાબરકાંઠા 19
ગીર સોમનાથ 10
દાહોદ 12
છોટા ઉદેપુર 7
કચ્છ 13
નર્મદા 15
દેવભૂમિ દ્વારકા 7
વલસાડ 0
નવસારી 3
જૂનાગઢ 20
પોરબંદર 0
સુરેન્દ્રનગર 18
મોરબી 18
તાપી 8
ડાંગ 0
અમરેલી 12

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..શિયાળામાં ઘરે બનાવો સૂંઠ, ગોળ અને હળદરના આ સ્પેશિયલ લાડુ, ઘરમાં કોઈને પણ નહીં થાય શરદી, ખાંસી કે કફ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો