ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1510 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,15,819 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. આજે પણ ફરીથી 1500થી વધુ કોરોના કેસ રાજ્યમાં આવ્યા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે ફરી વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1510 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1510 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,15,819એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 18 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4049એ પહોંચ્યો છે. જ્યારે 1627 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.28 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 298, સુરત કોર્પોરેશન 212, વડોદરા કોર્પોરેશન 132, રાજકોટ કોર્પોરેશન 93, મહેસાણા 64, રાજકોટ 50, બનાસકાંઠા 46, ગાંધીનગર 46, વડોદરા 42, સુરત 37, પાટણ 36, જામનગર કોર્પોરેશન 35, ખેડા 32, પંચમહાલ 29, સાબરકાંઠા 29, ગાંધીનગર કોર્પોરેશન 27, અમદાવાદ 24, મોરબી 22, ભરૂચ 21, ભાવનગર કોર્પોરેશન 20, અમરેલી 19, દાહોદ 19, સુરેન્દ્રનગર 19, કચ્છ 18, મહીસાગર 18, જામનગર 16, છોટા ઉદેપુર 15, જુનાગઢ 15, જુનાગઢ કોર્પોરેશન 13, અરવલ્લી 12, આણંદ 10, નર્મદા 9, ગીર સોમનાથ 8, દેવભૂમિ દ્વારકા 6, ભાવનગર 5, પોરબાંદર 5, બોટાદ 4, નવસારી 3, તાપી 1 કેસ સામે આવ્યા છે.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 18 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 13 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 18 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4049એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,96,992 નાગરીકો સાજા થઈ ગયા છે. 4049ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,778 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 92 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,686 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો