ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1120 કેસો નોંધાયા, 16 લોકોના કોરોનાથી મોત, 3398 દર્દીઓએ કોરોનાને માત આપી
ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 16 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 3398 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9906 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 3398 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,82,374 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 22110 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 412 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં કોરોનાના નવા 1120 કેસની સાથે આજે વધુ 16 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 184 કેસ સાથે 4 દર્દીના મોત, વડોદરામાં 227 કેસ 2 દર્દીના મોત, સુરતમાં 133, રાજકોટમાં 89, જામનગરમાં 41 કેસ, જૂનાગઢમાં 68, ભાવનગરમાં 25, ગાંધીનગરમાં 13 કેસ, ગીર સોમનાથમાં 51, ભરૂચમાં 32, આણંદમાં 28 કેસ, અમરેલી – કચ્છમાં 24 – 24, બનાસકાંઠામાં 22 કેસ, વલસાડમાં 21, મહેસાણા – નવસારીમાં 18 – 18 કેસ, ખેડામાં 16, સાબરકાંઠામાં 14, અરવલ્લીમાં 10 કેસ, પંચમહાલમાં 10, દ્વારકા – મહિસાગરમાં 8 – 8 કેસ, નર્મદામાં 7, દાહોદ-પોરબંદર-તાપીમાં 5-5 કેસ, બોટાદ-છોટા ઉદેપુર-મોરબીમાં 3-3 કેસ, ડાંગ અને પાટણમાં 2-2, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 22110 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 412 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 21698 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 96.07% એ આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..