ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1502 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,09,780 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહિં રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. અમદાવાદ આજે એક જ દિવસમાં 312 કેસ સાથે 13 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત કેટલાક દિવસથી 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત બે દિવસમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1502 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1502 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,09,780એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 20 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3989એ પહોંચ્યો છે. જ્યારે 1401 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.96 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 291, સુરત કોર્પોરેશન 212, વડોદરા કોર્પોરેશન 147, રાજકોટ કોર્પોરેશન 105, મહેસાણા 70, સુરત 54, વડોદરા 40, રાજકોટ 35, કચ્છ 33, ગાંધીનગર 31, પંચમહાલ 31, બનાસકાંઠા 28, ગાંધીનગર કોર્પોરેશન 28, જામનગર કોર્પોરેશન 27, પાટણ 26, મોરબી 25, મહીસાગર 24, સુરેન્દ્રનગર 23, ખેડા 22, સાબરકાંઠા 22, અમદાવાદ 21, અમરેલી 21, દાહોદ 20, ભરૂચ 19, આણંદ 16, નર્મદા 16, નવસારી 15, જુનાગઢ 13, જુનાગઢ કોર્પોરેશન 12, અરવલ્લી 10, ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 10, તાપી 9, બોટાદ 8, જામનગર 8, પોરબંદર 6, દેવભૂમિ દ્વારકા 5, ભાવનગર 4, છોટા ઉદેપુર 3, ડાંગ 2 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 20 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 13 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, મહેસાણા 1, મોરબી 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 20 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3989એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,90,821 નાગરીકો સાજા થઈ ગયા છે. 3989ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,970 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 83 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,887 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો