ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1272 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 95,155 થયો
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1272 કેસ સામે આવ્યા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1272 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 95,155 પર પહોંચ્યો છે.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 22,65,473 પર પહોંચ્યો છે.
આજે કોરોનાના 1272 કેસ જ્યારે 1095 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 76,757 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80.67 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 3008 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 84 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 146, વડોદરા કોર્પોરેશન 93, જામનગર કોર્પોરેશન 87, રાજકોટ કોર્પોરેશન 83, સુરત 83, રાજકોટ 36, ભાવનગર કોર્પોરેશન 35, પંચમહાલ 35, વડોદરા 35, ભાવનગર 33, ભરૂચ 30, કચ્છ 26, ગાંધીનગર 25, ગાંધીનગર કોર્પોરેશન 24, અમદાવાદ 23, મોરબી 23, અમરેલી 21, જામનગર 19, બનાસકાંઠા 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17, મહેસાણા 17, જુનાગઢ કોર્પોરેશન 16, પાટણ 15, દેવભૂમિ દ્વારકા 14, જુનાગઢ 14, ગીર સોમનાથ 13, ખેડા 12, આણંદ 11, અરવલ્લી 11, નવસારી 11, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 8, મહીસાગર 8, બોટાદ 7, વલસાડ 6, નર્મદા 5, ડાંગ 4, તાપી 4, પોરબંદર 2 કેસો મળી કુલ 1272 કેસો મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આઁકડો 95 હજારને પાર ભલે પહોંચ્યો હોય પરંતુ 15390 કેસ જ એક્ટિવ છે. જેનો અર્થ છે કે, રાજ્યમાં ઘણા બધા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રિકવરી રેટ પર 80 ટકાને પાર પહોંચી ગયો છે. જે ખરેખર સારી વાત છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, ભાવનગર 2, સુરત 2, અમરેલી 1, બનાસકાંઠા 1, જામનગર 1, સાબરકાંઠા 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3008એ પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..