ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 687 કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 1,906 અને દર્દીઓનો કુલ આંકડો 34,686 પર પહોંચ્યો
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 687 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 34,686 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 687 કેસ
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 340 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 24,941 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 18 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,906 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 204 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 190 અને સુરત જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,234 પર પહોંચ્યો છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 204 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 195 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,543 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 121 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,359 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 10 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,466 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3705 એક્ટિવ કેસ છે.
24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
03/07/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 204 |
સુરત | 204 |
વડોદરા | 62 |
જૂનાગઢ | 26 |
ભાવનગર | 21 |
ગાંધીનગર | 16 |
ખેડા | 14 |
સુરેન્દ્રનગર | 14 |
પંચમહાલ | 13 |
જામનગર | 13 |
ભરૂચ | 13 |
પાટણ | 11 |
રાજકોટ | 10 |
આણંદ | 9 |
બનાસકાંઠા | 8 |
મહીસાગર | 7 |
વલસાડ | 6 |
નવસારી | 6 |
મહેસાણા | 5 |
સાબરકાંઠા | 5 |
કચ્છ | 5 |
નર્મદા | 3 |
તાપી | 3 |
બોટાદ | 2 |
મોરબી | 2 |
અરવલ્લી | 1 |
ગીર સોમનાથ | 1 |
દાહોદ | 1 |
દેવભૂમિ દ્વારકા | 1 |
પોરબંદર | 1 |
આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
અમદાવાદ | 21543 | 16383 | 1466 | 3694 |
સુરત | 5461 | 3706 | 172 | 1583 |
વડોદરા | 2443 | 1768 | 51 | 624 |
ગાંધીનગર | 693 | 518 | 31 | 144 |
ભાવનગર | 302 | 152 | 13 | 137 |
બનાસકાંઠા | 210 | 158 | 11 | 41 |
આણંદ | 242 | 202 | 13 | 27 |
રાજકોટ | 320 | 134 | 8 | 178 |
અરવલ્લી | 215 | 171 | 19 | 25 |
મહેસાણા | 300 | 156 | 12 | 132 |
પંચમહાલ | 200 | 145 | 16 | 39 |
બોટાદ | 97 | 65 | 3 | 29 |
મહીસાગર | 147 | 119 | 2 | 26 |
ખેડા | 186 | 119 | 10 | 57 |
પાટણ | 228 | 118 | 17 | 93 |
જામનગર | 258 | 118 | 4 | 136 |
ભરૂચ | 266 | 131 | 10 | 125 |
સાબરકાંઠા | 187 | 119 | 8 | 60 |
ગીર સોમનાથ | 81 | 48 | 1 | 32 |
દાહોદ | 65 | 44 | 1 | 20 |
છોટા ઉદેપુર | 60 | 42 | 2 | 16 |
કચ્છ | 175 | 96 | 5 | 74 |
નર્મદા | 94 | 52 | 0 | 42 |
દેવભૂમિ દ્વારકા | 25 | 18 | 2 | 5 |
વલસાડ | 179 | 63 | 4 | 112 |
નવસારી | 131 | 61 | 2 | 68 |
જૂનાગઢ | 147 | 58 | 4 | 85 |
પોરબંદર | 21 | 13 | 2 | 6 |
સુરેન્દ્રનગર | 180 | 84 | 8 | 88 |
મોરબી | 31 | 18 | 1 | 12 |
તાપી | 12 | 8 | 0 | 4 |
ડાંગ | 4 | 4 | 0 | 0 |
અમરેલી | 95 | 42 | 7 | 46 |
અન્ય રાજ્ય | 88 | 8 | 1 | 79 |
TOTAL | 34686 | 24941 | 1906 | 7839 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..