ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1381 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,36,004 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં રોજેરોજ આવતા 1400થી વધુ પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1381 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,36,004એ પહોંચી છે. આજે સુરતમાં 311 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 195 કેસ સાથે 3 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3442એ પહોંચ્યો છે. જ્યારે 1383 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3442એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 115859 નાગરીકો સાજા થઈ ગયા છે. 3442ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,703 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 89 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,614 સ્ટેબલ છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

29/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 195
સુરત 311
વડોદરા 129
ગાંધીનગર 40
ભાવનગર 40
બનાસકાંઠા 39
આણંદ 12
રાજકોટ 148
અરવલ્લી 6
મહેસાણા 34
પંચમહાલ 23
બોટાદ 6
મહીસાગર 19
ખેડા 8
પાટણ 34
જામનગર 91
ભરૂચ 29
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 15
દાહોદ 4
છોટા ઉદેપુર 6
કચ્છ 24
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 8
વલસાડ 4
નવસારી 8
જૂનાગઢ 32
પોરબંદર 4
સુરેન્દ્રનગર 27
મોરબી 17
તાપી 21
ડાંગ 1
અમરેલી 24

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો