ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

​આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 234 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4082 થઇ છે. જ્યારે 16 દર્દીઓના આજે મોત થયા છે. આ સાથે આજરોજ 93 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

  • આજના કુલ નવા કેસ
  • અમદાવાદ 234
  • વડોદરા 15
  • સુરત 31
  • રાજકોટ 3
  • ભાવનગર 2
  • આણંદ 11
  • ગાંધીનગર 2
  • પંચમહાલ 4
  • મહેસાણા 1
  • મહીસાગર 1
  • બોટાદ 1
  • નવસારી 3
  • કુલ 308

આજના રાહતના સમાચાર

3 જિલ્લા જેમાં દેવભૂમી દ્વારકા, જૂનાગઢ અને અમરેલી કોરોના મુક્ત થયા છે. મહત્વનું છે કે ગઇકાલે કચ્છ જિલ્લો કોરોના મુક્ત થયો હતો.

ટૂ વ્હીલર પર એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો સવાર હશે તો વાહન જપ્ત થશે

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, લોકો વચ્ચેનો સંપર્ક ઘટે તે જરૂરી છે. ટૂ વ્હીલર પર એક જ વ્યક્તિએ જરૂર હોય તો બહાર નીકળવું જોઇએ. કારમાં બેથી વધુ લોકો સાથે બેસે તો સંક્રમણ થઇ શકે છે. જો ટૂ વ્હીલરમાં એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો હશે તો વાહન જપ્ત કરવામાં આવશે. ગ્રીનઝોન વિસ્તારના લોકોએ પણ તકેદારી રાખવાની જરૂર છે. સંક્રમણ વધુ હોય ત્યાં સાવચેતીના ભાગરૂપે છૂટછાટ રદ કરવામાં આવી શકે છે. તેમજ જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે નહીં તો ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. પંચમહાલમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ખોલવા મંજૂરી અપાઈ હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા પંચમહાલમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરવા આદેશ કરાયો છે અને એસઆરપીની ટીમ મોકલવામાં આવી છે.

રાજ્યમાં છ શહેરને રેડ ઝોન જાહેર કરાયા

રાજ્યના 6 શહેર એવા રાજકોટ,અમદાવાદ,સુરત, વડોદરા,પાટણ અનેભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 3જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા કરવા CM રૂપાણીએ મંત્રીઓની બેઠક બોલાવી છે.

આ માહિતી રાત્રીના 8 વાગ્યા સુધીની છે 

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 2777 263 137
Baroda 270 87 16
Surat 601 40 22
Rajkot 58 16 1
Bhavnagar 43 21 5
Anand 71 23 3
Bharuch 31 16 2
Gandhinagar 38 12 2
Patan 17 11 1
Panchmahal 24 2 2
Banaskantha 28 1 1
Narmada 12 10 0
Chhota Udepur 13 6 0
Kutch 6 4 1
Mehsana 8 2 0
Botad 20 2 1
Porbandar 3 3 0
Dahod 4 1 0
Gir Somnath 3 2 0
Kheda 6 2 0
Jamnagar 1 0 1
Morbi 1 1 0
Sabarkantha 3 2 0
Arvalli 18 0 1
Mahisagar 11 0 0
Tapi 1 0 0
Valsad 5 0 1
Navsari 6 0 0
Dang 2 0 0
Surendranagar 1 0 0
Junagadh
Devbhoomi Dwarka
Amreli
TOTAL 4082 527 197

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો