ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2521 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 7965 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. આજે સતત બીજા દિવસે રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2521 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે વધુ 33 દર્દીનાં મોત થયાં છે. 24 કલાકમાં વધુ 7965 દર્દી સાજા થતાં રાજ્યનો રિકવરી રેટ વધીને 93.36 ટકાએ પહોચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9761 નાગરિકોને કોરોના ભરખી ગયો છે. બીજી તરફ સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,50,015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 43,611 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 562 દર્દીને વેન્ટિલેટર પર રાખવલામાં આવ્યાં છે.

ગુજરાતમાં કોરોનાના આજે વધુ 2521 કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં 348 કેસ સાથે 7 દર્દીના મોત, વડોદરામાં 480 કેસ સાથે 3ના મોત, સુરતમાં 312 કેસ સાથે 2 દર્દીના મોત, રાજકોટમાં 190, જૂનાગઢમાં 144, જામનગરમાં 83 કેસ, ભાવનગરમાં 58, ગાંધીનગરમાં 47, અમરેલીમાં 80 કેસ, ગીર સોમનાથમાં 67, પોરબંદરમાં 66, કચ્છમાં 53 કેસ, નવસારીમાં 60, ભરૂચમાં 57, પંચમહાલમાં 65 કેસ, આણંદ-બનાસકાંઠામાં 51-51, સાબરકાંઠામાં 42 કેસ, ખેડામાં 38, મહેસાણા-વલસાડમાં 35-35 કેસ, મહિસાગરમાં 27, દ્વારકમાં 26, દાહોદમાં 23 કેસ, પાટણમાં 20, નર્મદામાં 19, અરવલ્લીમાં 18 કેસ, સુરેન્દ્રનગરમાં 11, મોરબીમાં 6, તાપીમાં 6 કેસ, છોટા ઉદેપુરમાં 2, બોટાદમાં 1 કેસ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં શુક્રવાર સાંજ સુધીના વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 336 કેસ નોધાયા છે જ્યારે વધુ 7 દર્દીના મોત નીપજ્યાં છે. સારવાર દરમિયાન શહેરમાં આજે 2323 દર્દી સાજા થયાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ મોતનો આંકડો 3175 થઇ ગયો છે.

અમદાવાદમાં કોરોના કેસ ઘટતા હવે અમદાવાદ કોર્પોરેશને પણ રાહતનો શ્વાસ લીધો છે. અને કોરોનાના કેસ ઘટતા AMCનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમા શહેરની શારદાબેન, VS હોસ્પિટલને નોન કોવિડ તરીકે કાર્યરત થશે. અહિં 31 મે સોમવારથી નોન કોવિડ સારવાર શરૂ થશે. ત્યાં જ શહેરની SVP અને LG હોસ્પિટલમાં કોવિડ એન્ડ નોન કોવિડ દર્દીઓ સારવાર લઇ શક્શે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો