ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 163, કુલ દર્દી 3548 થયા

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ તરફ દર્દીઓ સાજા થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 247 કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 81 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 197 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3548 પહોંચી છે.

આરોગ્ય વિભાગની આજે જાહેર થયેલી અખબારી યાદીમાં જામનગર જિલ્લામાં કોરોનાનો એક કેસ દર્શાવાયો છે, હકીકતમાં આ દર્દી અમદાવાદમાં અભ્યાસ કરે છે અને છેલ્લા ઘણા વર્ષથી અમદાવાદમાં રહે છે. તેમનું વતનનું સરનામું જામનગર છે.આજે જામનગરમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયો નથી. આમ અમદાવાદમાં 198 કેસ થયા છે.

આજના કુલ નવા કેસ

    • અમદાવાદ 198
    • સુરત 30
    • રાજકોટ 1
    • આણંદ 2
    • બોટાદ 1
    • ડાંગ 1
    • ગાંધીનગર 5
  • પંચમહાલ 3
  • વડોદરા 6

છેલ્લા 24 કલાકમાં લોકોના 11 મોત

આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી.

31 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2691 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53575 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે તો 50027 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં લૉકડાઉન વધી શકે

કોરોનાના કારણે ગુજરાતમાં લૉકડાઉન વધી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ છથી સાત દિવસનો છે તેથી જો લૉકડાઉન ખોલવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેથી કોરોના વાઇરસના 14 દિવસના ગણાતાં હજુ બીજા એક ઇન્ક્યુબેશન સાઇકલને પૂરું થવા દેવું જોઇએ અને પછી લૉકડાઉન ખોલાય તેવી ચર્ચા ગુજરાત સરકારમાં અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે થઇ છે. સોમવારે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની જે બેઠક મળવાની છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે વડાપ્રધાનને દરખાસ્ત કરશે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 2378 212 109
Baroda 240 56 13
Surat 556 20 19
Rajkot 46 15 0
Bhavnagar 40 19 5
Anand 51 15 3
Bharuch 29 14 2
Gandhinagar 30 12 2
Patan 17 11 1
Panchmahal 20 0 2
Banaskantha 28 1 1
Narmada 12 1 0
Chhota Udepur 13 3 0
Kutch 6 3 1
Mehsana 7 2 0
Botad 13 0 1
Porbandar 3 3 0
Dahod 4 1 0
Gir Somnath 3 2 0
Kheda 6 1 0
Jamnagar 1 0 1
Morbi 1 1 0
Sabarkantha 3 2 0
Arvalli 18 0 1
Mahisagar 10 0 0
Tapi 1 0 0
Valsad 5 0 1
Navsari 3 0 0
Dang 2 0 0
Surendranagar 1 0 0
Junagadh
Devbhoomi Dwarka
Amreli
TOTAL 3548 394 162

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો