ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3085 કેસો નોંધાયા, 36 લોકોના કોરોનાથી મોત, 10,007 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પીક બાદ હવે રાજ્યમાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 3085 કેસો નોંધાયા હતા. જ્યારે મોતના આંકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યાં પીક દરમિયાન 100થી વધુ દર્દીનાં મોત થતાં હતા. તેવામાં આજે કોરોનાનાં કારણે 36 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 10,007 દર્દીઓ સાજા થયા હતા. અને રાજ્યમાં આજે કુલ 2,19,913 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 7,94,353 પર પહોંચ્યો છે. જ્યારે 7,32,748 દર્દીઓ સાજા થયા છે. અને અત્યાર સુધી કુલ 9701 દર્દીઓનાં મોત નિપજ્યા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 91.82 ટકા પર પહોંચ્યો છે. હાલમાં કુલ એક્ટિવ કેસોનો આંક 55,548 પર પહોંચ્યો છે. જ્યારે 594 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 54,954 દર્દીઓની હાલત સ્થિર છે.

જિલ્લાવાર કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં નવા 378 કેસ, 6નાં મોત, વડોદરામાં નવા 526 કેસ, 5નાં મોત, સુરતમાં નવા 399 કેસ, 7નાં મોત, જૂનાગઢમાં નવા 212 કેસ, એકનું મોત, ભાવનગરમાં નવા 95 કેસ, 2નાં મોત, જામનગરમાં નવા 91 કેસ, 2નાં મોત, રાજકોટમાં 183 અને ગાંધીનગરમાં 67 કેસ, સાબરકાંઠામાં 94, કચ્છમાં 83, પંચમહાલમાં 82 કેસ, અમરેલીમાં 76, ભરૂચ – મહેસાણામાં 71 – 71 કેસ, બનાસકાંઠામાં 69, ખેડામાં 65, આણંદમાં 64 કેસ, પોરબંદરમાં 62, નવસારી – વલસાડમાં 49 – 49 કેસ, દ્વારકામાં 47, અરવલ્લીમાં 43, પાટણમાં 42 કેસ, ગીર સોમનાથમાં 34, મહિસાગરમાં 30, દાહોદમાં 27 કેસ, સુરેન્દ્રનગરમાં 20, નર્મદામાં 18, છોટાઉદેપુરમાં 14 કેસ, મોરબીમાં 11, તાપીમાં 10, બોટાદમાં 2, ડાંગમાં 1 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો