ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: રવિવાર સાંજ સુધીમાં રેકોર્ડબ્રેક 1110 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 55,822 અને મૃત્યુઆંક 2326 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1110 કેસ નોઁધાયા હતા.

રાજ્યમાં આજે કોરોનાના 1110 કેસ નોંધાતા કુલ આંકડો 55,822 પર પહોંચ્યો છે. આજે 753 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 40,365 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 72.31 થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગત 24 કલાકમાં 21 દર્દીઓના સારવાર દરમિયાન થયાં મોત

આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 21 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2326 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 299 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 અને સુરત જિલ્લામાં 98 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 11,672 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 147 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 7,969 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 12 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 361 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3342 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 163 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 152 અને અમદાવાદ જિલ્લામાં 11 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 25,692 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 168 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 20,387 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1577 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3728 એક્ટિવ કેસ છે.

આજના કોરોના વાયરસના કેસની વિગત 

26/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 163
સુરત 299
વડોદરા 92
ગાંધીનગર 19
ભાવનગર 31
બનાસકાંઠા 35
આણંદ 11
રાજકોટ 72
અરવલ્લી 3
મહેસાણા 18
પંચમહાલ 18
બોટાદ 5
મહીસાગર 3
ખેડા 9
પાટણ 22
જામનગર 14
ભરૂચ 19
સાબરકાંઠા 14
ગીર સોમનાથ 18
દાહોદ 30
છોટા ઉદેપુર 22
કચ્છ 20
નર્મદા 26
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 15
નવસારી 18
જૂનાગઢ 20
પોરબંદર 2
સુરેન્દ્રનગર 24
મોરબી 10
તાપી 9
ડાંગ 6
અમરેલી 39
અન્ય રાજ્ય 0

ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 25692 20387 1577 3728
સુરત 11672 7969 361 3342
વડોદરા 4180 3339 69 772
ગાંધીનગર 1278 933 40 305
ભાવનગર 1181 774 21 386
બનાસકાંઠા 613 449 16 148
આણંદ 418 362 13 43
રાજકોટ 1406 695 22 689
અરવલ્લી 336 273 26 37
મહેસાણા 725 288 16 421
પંચમહાલ 398 258 16 124
બોટાદ 197 136 5 56
મહીસાગર 269 175 2 92
ખેડા 517 399 14 104
પાટણ 498 309 23 166
જામનગર 581 310 11 260
ભરૂચ 745 476 11 258
સાબરકાંઠા 373 245 8 120
ગીર સોમનાથ 307 114 4 189
દાહોદ 425 103 5 317
છોટા ઉદેપુર 138 81 2 55
કચ્છ 459 239 16 204
નર્મદા 258 142 0 116
દેવભૂમિ દ્વારકા 43 28 2 13
વલસાડ 498 308 5 185
નવસારી 466 301 6 159
જૂનાગઢ 742 518 10 214
પોરબંદર 41 30 2 9
સુરેન્દ્રનગર 613 247 8 358
મોરબી 190 134 5 51
તાપી 127 76 1 50
ડાંગ 15 9 0 6
અમરેલી 333 175 8 150
અન્ય રાજ્ય 88 83 1 4
TOTAL 55822 40365 2326 13131

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો