ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: 24 કલાકમાં 1081 કોરોનાના કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 54,712 અને મૃત્યુઆંક 2,305 થયો
ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1081 કેસ નોઁધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજ્યમાં આજે કોરોનાના 1081 કેસ નોંધાતા કુલ આંકડો 54,712 પર પહોંચ્યો છે. આજે 782 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 39,612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 72.40 થયો છે.
આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 22 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2,305 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 276 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 181 અને સુરત જિલ્લામાં 95 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 11,373 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 167 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 7,822 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 349 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3202 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 180 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 162 અને અમદાવાદ જિલ્લામાં 18 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 25,529 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 170 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 20,219 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1574 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3736 એક્ટિવ કેસ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. આજે સુરતમાં ચિંતાજનક 276 કેસ નોંધાયા છે તો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ 3736 અને સુરતમાં હાલ 3202 એક્ટિવ કેસ છે. આ આ બંન્ને મહાનગરો વચ્ચે માત્ર 534 કેસનું જ અંતર છે. આ બાબત ખરેખર ચિંતા વધારનારી છે.
આજના કોરોના વાયરસના કેસની વિગત
25/07/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 180 |
સુરત | 276 |
વડોદરા | 94 |
ગાંધીનગર | 29 |
ભાવનગર | 41 |
બનાસકાંઠા | 34 |
આણંદ | 10 |
રાજકોટ | 65 |
અરવલ્લી | 3 |
મહેસાણા | 25 |
પંચમહાલ | 18 |
બોટાદ | 3 |
મહીસાગર | 10 |
ખેડા | 11 |
પાટણ | 21 |
જામનગર | 23 |
ભરૂચ | 25 |
સાબરકાંઠા | 10 |
ગીર સોમનાથ | 23 |
દાહોદ | 25 |
છોટા ઉદેપુર | 2 |
કચ્છ | 19 |
નર્મદા | 12 |
દેવભૂમિ દ્વારકા | 3 |
વલસાડ | 19 |
નવસારી | 12 |
જૂનાગઢ | 37 |
પોરબંદર | 3 |
સુરેન્દ્રનગર | 29 |
મોરબી | 10 |
તાપી | 6 |
ડાંગ | 0 |
અમરેલી | 3 |
અન્ય રાજ્ય | 0 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..