ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 256 પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 3071, સૌથી વધુ અદાવાદમાં 182 કેસ નોંધાયા
કોરોના વાયરસે ગુજરાતમાં ભર઼ડો લીધો છે. આજે તો કેન્દ્રની એક ટીમ પણ અમદાવાદ અને સુરતમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 256 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 17 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 282 લોકો સાજા થયાં છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 182 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3071 પહોંચી છે.
છેલ્લા 24 કલાકના રાજ્યના નવા કેસ
- અમદાવાદ 182
- સુરત 34
- વડોદરા 7
- આણંદ 5
- ગાંધીનગર 4
- ભાવનગર 5
- પંચમહાલ 2
- બનાસકાંઠા 11
- મહીસાગર 1
- છોટા ઉદેપુર 2
- નવસારી 1
- પાટણ 1
- સુરેન્દ્રનગર 1
છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત
આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી.
30 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 48315 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 3061 પોઝિટિવ આવ્યા છે તો 45254 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 2003 | 115 | 86 |
Baroda | 230 | 56 | 12 |
Surat | 496 | 16 | 15 |
Rajkot | 41 | 14 | 0 |
Bhavnagar | 40 | 18 | 5 |
Anand | 41 | 14 | 3 |
Bharuch | 29 | 10 | 2 |
Gandhinagar | 23 | 12 | 2 |
Patan | 16 | 11 | 1 |
Panchmahal | 17 | 0 | 2 |
Banaskantha | 27 | 1 | 0 |
Narmada | 12 | 0 | 0 |
Chhota Udepur | 13 | 3 | 0 |
Kutch | 6 | 1 | 1 |
Mehsana | 7 | 2 | 0 |
Botad | 12 | 0 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Dahod | 4 | 1 | 0 |
Gir Somnath | 3 | 2 | 0 |
Kheda | 5 | 1 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Morbi | 1 | 0 | 0 |
Sabarkantha | 3 | 2 | 0 |
Arvalli | 18 | 0 | 1 |
Mahisagar | 10 | 0 | 0 |
Tapi | 1 | 0 | 0 |
Valsad | 5 | 0 | 1 |
Navsari | 2 | 0 | 0 |
Dang | 1 | 0 | 0 |
Surendranagar | 1 | ||
TOTAL | 3071 | 282 | 133 |
દુકાનો ખોલવા સરકારના નિર્દેશને આધારે છૂટછાટ
આવતીકાલથી ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન. ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ અવરજવર કરી શકશે. ટુ વ્હીલર પર એકથી વધુ વ્યક્તિ મુસાફરી કરશે તો કાર્યવાહી કરાશે. ફોર વ્હીલર વાહનોની અંદર બે કરતા વધુ વ્યક્તિ પરીવહન કરી નહીં શકે. નિયમનો ભંગ થયો તો પોલીસ કાર્યવાહી કરશે. દુકાનો ખોલવા મુદ્દે DGP શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, સરકારના નિર્દેશના આધારે છૂટછાટ અપાઇ રહી છે. ધાર્મિક સ્થળો પર લોકો એકઠા નહીં થાય, ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. લોકડાઉન ચુસ્ત અમલ કરાશે. ફોર વ્હીલરમાં બે અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિએ જ મુસાફરી કરી શકશે. બિનજરૂરી બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરાશે. રમઝાન માસમાં ધાર્મિક સ્થાનો પર ભેગા નહીં થવા સૂચના. રાજ્ય સરકારે દુકાનો શરૂ કરવા આપેલ મંજૂરી અંગે લોકો ભેગા નહીં થાય તેનું પોલીસ ધ્યાન રાખશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..