ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,408 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,28,949 થયો
રાજ્યમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. દૈનિક ધોરણે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે એટલે કે ગુરુવારે પણ કોરોના સંક્રમિત નવા દર્દીઓના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
માહિતી મુજબ આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,408 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજે 1,510 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1,09,211 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યનો સાજા થવાનો દર 84.69 ટકા થયો છે. માહિતી મુજબ આજે કોવિડ19ના કારણે રાજ્યમાં 14 લોકોના દુ:ખદ મોત થયા છે. આ સાથે હવે મૃત્યુદર 3,384એ પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ 1,28,949 કેસ થયા છે.
સુરતની વાત કરીએ તો આજરોજ 278 નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે 5 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં પણ આજે 183 નવા કોરોના કેસ નોંધાયા છે અને 3 દર્દીઓના દુ:ખદ મોત થયા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આજે 147 નવા કેસ સામે આવ્યા અને 3 લોકોના મોત થયા છે. વડોદરામાં 133 નવા કેસ નોંધાયા અને 2 દર્દીઓના મૃત્યુ થયા. જામનગરમાં 98 નવા કેસ અને ગાંધીનગરમાં 50 નવા કેસ સામે આવ્યા. ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું.
આ સિવાય ભાવનગરમાં 38 અને જૂનાગઢમાં 36 નવા કોરોના કેસ નોંધાયા. મહેસાણામાં 49 અને બનાસકાંઠામાં 44 નવા કોરોના કેસ સામે આવ્યા. કચ્છ અને પાટણમાં 33-33 નવા કોરોના કેસ નોંધાયા. જ્યારે અમરેલી અને પંચમહાલમાં 28-28 કેન નોંધાયા. ભરૂચમાં 23 અને મોરબીમાં 22 કેસ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 20-20 કેસ, મહિસાગરમાં 19, દાહોદમાં 14 નવા કોરોના કેસ, સાબરકાંઠામાં 13 અને નર્મદામાં 12 નવા કેસ નોંધાયા. ઉપરાંત, દેવભૂમિ દ્વારકામાં 11 અને નવસારીમાં 10 નવા કેસ, તાપીમાં 10 અને ખેડામાં 9 કેસ, પોરબંદરમાં 9 અને આણંદમાં 8 નવા કેસ નોંધાયા. વલસાડમાં 8 અને અરવલ્લીમાં 7 નવા કોરોના કેસ, જ્યારે બોટાદમાં 7, છોટા ઉદેપુર અને ડાંગમાં 4-4 નવા કેસ નોંધાયા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..