ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3,187 કેસો નોંધાયા, 45 લોકોના કોરોનાથી મોત, 9305 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતા કોરોનાની બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દૈનિક કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 45 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 9305 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ સારી વાત એ છે કે અમદાવાદની મોટા ભાગની કોવિડ હોસ્પિટલોમાં 50 ટકા બેડ ખાલી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8273 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 9305 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 713065 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 68971 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 648 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

Photo Gallery
PreviousNext
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 3187 કેસ નોઁધાયા છે. જેમા અમદાવાદમાં 475 કેસ સાથે 8 દર્દીના મોત, વડોદરામાં 455 કેસ સાથે 5 દર્દીના મોત, સુરતમાં 267 કેસ સાથે 6 દર્દીના મોત, રાજકોટમાં 275 કેસ સાથે 3 દર્દીના મોત, જામનગરમાં નવા 139 કેસ સાથે 3 દર્દીના મોત, જૂનાગઢમાં 140, ભાવનગરમાં 106, ગાંધીનગરમાં 56 કેસ, બનાસકાંઠામાં 110, સાબરકાંઠામાં 105, કચ્છમાં 89 કેસ, પંચમહાલમાં 101, ખેડા-પોરબંદરમાં 87-87 કેસ, ભરૂચમાં 81, આણંદમાં 73, મહીસાગરમાં 52 કેસ, પાટણ-અમરેલીમાં 47-47, મહેસાણામાં 46 કેસ, નર્મદા-નવસારીમાં 46-46, ગીર સોમનાથમાં 43 કેસ, વલસાડમાં 42, દ્વારકામાં 41, અરવલ્લીમાં 36 કેસ, દાહોદમાં 29, સુરેન્દ્રનગરમાં 18, તાપીમાં 13 કેસ, મોરબીમાં 11, બોટાદમાં 9, છોટા ઉદેપુરમાં 8, ડાંગમાં 7 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 68971 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 648 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 68323 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 90% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો