ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1487 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,98,899 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 319 કેસ સાથે 13 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે.

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1487 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1487 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,98,899એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3876એ પહોંચ્યો છે. જ્યારે 1234 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.09 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1234 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,81,178 પર પહોંચ્યો છે. આજે 17 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3876 પર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 13836 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.09 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,521 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 73,04,705 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં 344 કેસ આવતા ચિંતા વધી

આજે અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 25, સુરત શહેરમાં 217, સુરત જિલ્લામાં 53, વડોદરા શહેરમાં 132, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 59, મહેસાણામાં 46, ગાંધીનગર શહેરમાં 44, ગાંધીનગર જિલ્લામાં 38 કોરોનાના કેસ નોંધાયા છે.

સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામ એમ ચાર રાજ્યો પાસેથી કોરોનાની કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ બેકાબૂ બની રહી છે ત્યારે આ રાજ્યો 2 દિવસમાં રિપોર્ટ સબમીટ કરે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારે અમદાવાદમાં 2 દિવસનું કર્ફ્યુ લગાવ્યા બાદ ચાર મહાનગરોમાં અચોક્કસ મુદ્દતનો રાત્રિ કર્ફ્યૂ પણ લાગુ કરી દીધો છે. રાજ્યમાં કોરોનાના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 5 દિવસમાં 1400થી વધુ રોજના કેસ આવી રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

23/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 344
સુરત 270
વડોદરા 172
ગાંધીનગર 82
ભાવનગર 26
બનાસકાંઠા 30
આણંદ 27
રાજકોટ 154
અરવલ્લી 9
મહેસાણા 46
પંચમહાલ 25
બોટાદ 2
મહીસાગર 18
ખેડા 23
પાટણ 44
જામનગર 21
ભરૂચ 13
સાબરકાંઠા 23
ગીર સોમનાથ 10
દાહોદ 16
છોટા ઉદેપુર 7
કચ્છ 11
નર્મદા 23
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 0
નવસારી 4
જૂનાગઢ 17
પોરબંદર 4
સુરેન્દ્રનગર 14
મોરબી 21
તાપી 10
ડાંગ 0
અમરેલી 18
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો