ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 138 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 487 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.20 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 138 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 487 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે માત્ર અમદાવાદ શહેરને બાકાત કરતા રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં 20થી પણ ઓછા કેસ નોંધાયા છે. સાથે જ 13 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,040 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 487 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,07,911 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 4807 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 81 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 138 કેસની સાથે આજે વધુ 3 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 29, સુરત કોર્પોરેશન 20, સુરત 11, જુનાગઢ, રાજકોટ કોર્પોરેશન, વડોદરા, વડોદરા કોર્પોરેશન 8-8, વલસાડ 7, જુનાગઢ કોર્પોરેશન 5, ગીર સોમનાથ 4, કચ્છ 3, નવસારી 3, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, મહેસાણા, નર્મદા 2-2, આણંદ, ભરૂચ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, સાબરકાંઠા, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4807 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 81 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 4726 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.20% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,34,57,715 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 4,48,153 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો