ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13,804 કેસો નોંધાયા, 142 લોકોના કોરોનાથી મોત, 5,618 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 13,804 નવા કેસ નોંધાયા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,804 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 142 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,618 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,61,493 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6019 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,00,128 પર પહોંચ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 476 નવા કેસ નોંધાયા હતા.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5411 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 59 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2176 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 641 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 546 કેસ, જ્યારે ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 626 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો