ગુજરાતમાં 24 કલાકમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા, 9ના મોત, 79 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ આંકડો 2624 થયો
કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 કેસ નોંધાયા છે. આ સાથે જ 79 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2626 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કેસ નોંધાયા હતા. તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં આજે 11 લોકોના મોત થયાં છે.
રાજ્યમાં આજના કેસની વિગત
- અમદાવાદ 151
- આણંદ 3
- અરવલ્લી 1
- ભરૂચ 5
- ભાવનગર 1
- બોટાદ 2
- ગાંધીનગર 1
- ખેડા 2
- પંચમહાલ 1
- સુરત 41
- વડોદરા 7
- વલસાડ 1
- દાહોદ 1
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાત આંકડાની દ્રષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે.
રાજ્યમાં આજે 28 લોકો વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2226 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 42384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 2624 પોઝિટિવ આવ્યા છે તો 39760 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથીઃ જયંતિ રવિ
રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે. મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજસ્થાનના કોટામાંથી આવેલા ગુજરાતના 400 વિદ્યાર્થીઓ શામળાજી પહોંચ્યા હતા. ત્યાંથી આ વિદ્યાર્થીઓ15 બસોના માધ્યમથી શામળાજીથી અમદાવાદ આવવા નીકળ્યા છે.
કુલ દર્દી 2624, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 1652 | 63 | 86 |
વડોદરા | 218 | 10 | 53 |
સુરત | 456 | 13 | 13 |
રાજકોટ | 41 | 00 | 12 |
ભાવનગર | 33 | 05 | 18 |
આણંદ | 33 | 02 | 04 |
ભરૂચ | 29 | 03 | 03 |
ગાંધીનગર | 18 | 02 | 11 |
પાટણ | 15 | 01 | 11 |
નર્મદા | 12 | 00 | 00 |
પંચમહાલ | 12 | 02 | 00 |
બનાસકાંઠા | 16 | 00 | 01 |
છોટાઉદેપુર | 11 | 00 | 02 |
કચ્છ | 06 | 01 | 01 |
મહેસાણા | 07 | 00 | 02 |
બોટાદ | 11 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 04 | 00 | 00 |
ખેડા | 05 | 00 | 00 |
ગીર-સોમનાથ | 03 | 00 | 02 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
સાબરકાંઠા | 03 | 00 | 02 |
મહીસાગર | 9 | 00 | 00 |
અરવલ્લી | 18 | 01 | 00 |
તાપી | 01 | 00 | 00 |
વલસાડ | 04 | 01 | 00 |
નવસારી | 01 | 00 | 00 |
કુલ | 2624 | 112 | 258 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..