ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4,251 કેસો નોંધાયા, 65 લોકોના કોરોનાથી મોત, 8783 દર્દીઓએ કોરોનાને માત આપી
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસને લઇ સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 65 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં વધુ એક જ દિવસમાં 8783 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9469 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 8783 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 6,86,581 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 84421 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 692 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
અમદાવાદ કોર્પોરેશન 803, વડોદરા કોર્પોરેશન 367, સુરત કોર્પોરેશન 269, રાજકોટ કોર્પોરેશન 175, વડોદરા 172, સુરત 171, ભાવનગર કોર્પોરેશન 136, જામનગર કોર્પોરેશન 123, પંચમહાલ 120, આણંદ 116, રાજકોટ 112, કચ્છ 103, જુનાગઢ કોર્પોરેશન 92, મહેસાણા 92, ભરૂચ 91, બનાસકાંઠા 89, ભાવનગર 88, પોરબંદર 83, ખેડા 81, સાબરકાંઠા 81, મહીસાગર 78, દાહોદ 76, દેવભૂમિ દ્વારકા 71, જામનગર 63, નવસારી 60, જુનાગઢ 57, અમરેલી 54, ગાંધીનગર 54, અરવલ્લી 51, નર્મદા 50, પાટણ 48, વલસાડ 47, ગાંધીનગર કોર્પોરેશન 45, ગીર સોમનાથ 41, અમદાવાદ 28, મોરબી 23, છોટા ઉદેપુર 11, સુરેન્દ્રનગર 11, તાપી 9, ડાંગ 7, બોટાદ 3 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 9469 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 692 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 83729 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 87.97% એ આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..