ગુજરાતમાં કોરોનાના નવા 371 દર્દી સાથે કુલ 12910 કેસ 24 મોત સાથે કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો

કોરોના વાયરસે સમગ્ર વિશ્વ અને દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે લૉકડાઉન 4.0માં કેટલીક છૂટછાટ આપી છે. રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે કોરોના વાયરસના નવા કેસ, મોત, રિકવરી અને ટેસ્ટ અંગે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ યોજી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં વધુ 371 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 12910 પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાએ વધુ 24 લોકોનો ભોગ લીધો છે. તો અત્યાર સુધી કુલ 773 લોકોનાં અવસાન થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો છે. રાજ્યમાં વધુ 269 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી કુલ 5488 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5380 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

અમદાવાદના કુલ કેસ 10 હજાર નજીક

રાજ્યમાં કોરોનાના નવા 371 કોરોનાના કેસ નોંધાયા છે તેમાંથી માત્ર અમદાવાદના જ 233 કેસ છે. જેથી અમદાવાદમાં કુલ કોરોનાનો આંકડો 9449 કેસનો આંકડો થયો છે.

ટોપ 10 શહરોમાં ગુજરાતના 2 શહરો

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે દેશના સૌથી વધુ કેસ ધરાવતા શહેરોમાં 2 ગુજરાતના શહેરોના નામ આવ્યા છે. ટોપ 10 શહેરોમાં ગુજરાતના 2 શહેરોમાં સૌથી વધુ કેસ નોંધાયો છે. અમદાવાદ ત્રીજા અને સુરત 10માં ક્રમાકે છે.

આજના નવા કેસ

અમદાવાદ 233
સુરત 34
વડોદરા 24
મહેસાણા 13
બનાસકાંંઠા 11
મહીસાાગર 9
અરવલ્લી 7
ગીર-સોમનાથ 6
ગીાંધીનગર 5
કચ્છ 4
જામનગર 3
સાબરકાંઠા 3
દાહોદ 3
નવસારી 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
નર્મદા 2
જુનાગઢ 2
પંચમહાલ 1
ખેડા 1
પાટણ 1
કુલ 371

દેશ અને રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના રિકવરી રેટમાં વધારો

મહત્વનું છે કે, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના રિકવરી રેટમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ દર્દીઓના સાજા થવાનો દર 40.32 ટકા થયો છે. 1,13,321 પોઝિટિવ કેસમાંથી 45,900 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 26,15,920 સેમ્પલના પરીક્ષણ કરાયા. છેલ્લા 24 કલાકમાં 1,03,532 સેમ્પલનું પરીક્ષણ કરાયું છે. ગુજરાતમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો