ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,36,259 થયો
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. જોકે 61 દિવસ બાદ કોરોનાનાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 960 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 960 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,36,259એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4241એ પહોંચ્યો છે. જ્યારે 1268 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 93.28 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,612 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 204, સુરત કોર્પોરેશન 124, વડોદરા કોર્પોરેશન 102, રાજકોટ કોર્પોરેશન 96, વડોદરા 33, કચ્છ 31, બનાસકાંઠા 26, રાજકોટ 26, સુરત 26, પંચમહાલ 24, ગાંધીનગર 22, મહેસાણા 21, ગાંધીનગર કોર્પોરેશન 18, દાહોદ 17, ખેડા 16, જુનાગઢ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 14, આણંદ 13, ભરૂચ 11, અમરેલી 10, ગીર સોમનાથ 10, સાબરકાંઠા 10, સુરેન્દ્રનગર 10, જામનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, મોરબી 9, મહીસાગર 8, અમદાવાદ 7, પાટણ 7, અરવલ્લી 6, જામનગર 6, ભાવનગર 5, બોટાદ 4, નર્મદા 4, પોરબાંદર 3, દેવભૂમિ દ્વારકા 2, છોટા ઉદેપુર 1, વલસાડ 1, ડાંગ કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 3 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4241એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,20,393 નાગરીકો સાજા થઈ ગયા છે. 4241ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 11,625 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 66 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 11,559 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..