ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1407 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,23,337 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

આજે રાજ્યમાં 60,687 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1407 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.14 ટકા છે. તો રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં નવા 1407 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો છે. તો આજે 1,204 દર્દીઓ સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,322 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16,240 કેસ એક્ટિવ છે. જેમાં 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આજે 1,204 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,03,775 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.14 ટકા થયેલ છે. આજે સૌથી વધુ સુરતમાં 286, અમદાવાદમાં 145, જામનગરમાં 122, રાજકોટમાં 173 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં આજે કુલ 60,687 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા. તો આજે સુરતમાં 283, અમદાવાદમાં 183, રાજકોટમાં 164, વડોદરામાં 140, જામનગરમાં 129, મહેસાણા 53 કેસ, ભાવનગરમાં 50 કોરોનાના કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.

20/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 183
સુરત 283
વડોદરા 140
ગાંધીનગર 44
ભાવનગર 50
બનાસકાંઠા 27
આણંદ 10
રાજકોટ 164
અરવલ્લી 4
મહેસાણા 53
પંચમહાલ 29
બોટાદ 6
મહીસાગર 6
ખેડા 14
પાટણ 22
જામનગર 129
ભરૂચ 22
સાબરકાંઠા 17
ગીર સોમનાથ 13
દાહોદ 13
છોટા ઉદેપુર 3
કચ્છ 35
નર્મદા 5
દેવભૂમિ દ્વારકા 11
વલસાડ 5
નવસારી 7
જૂનાગઢ 37
પોરબંદર 6
સુરેન્દ્રનગર 20
મોરબી 19
તાપી 6
ડાંગ 0
અમરેલી 24

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો