ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1126 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,61,848 થયો
ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (CoronaVirus)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો હતો અને રાજ્યમાં ગઇ કાલે તો 1000થી પણ ઓછા કેસ આવ્યા હતા. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1126 પોઝિટિવ કેસ (Today 1126 Corore Cases in Gujarat) આવ્યા છે. માટે છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,61,848એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 8 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3654એ પહોંચ્યો છે. જ્યારે 1128 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 54,79,536 ટેસ્ટ કરાયા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3654એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,43,927 નાગરીકો સાજા થઈ ગયા છે. 3654ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,267 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 76 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,191 સ્ટેબલ છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની જિલ્લાવાર વિગત
20/10/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 178 |
સુરત | 231 |
વડોદરા | 113 |
ગાંધીનગર | 43 |
ભાવનગર | 19 |
બનાસકાંઠા | 26 |
આણંદ | 14 |
રાજકોટ | 104 |
અરવલ્લી | 2 |
મહેસાણા | 46 |
પંચમહાલ | 17 |
બોટાદ | 4 |
મહીસાગર | 2 |
ખેડા | 7 |
પાટણ | 13 |
જામનગર | 71 |
ભરૂચ | 19 |
સાબરકાંઠા | 28 |
ગીર સોમનાથ | 13 |
દાહોદ | 11 |
છોટા ઉદેપુર | 5 |
કચ્છ | 16 |
નર્મદા | 33 |
દેવભૂમિ દ્વારકા | 4 |
વલસાડ | 2 |
નવસારી | 9 |
જૂનાગઢ | 21 |
પોરબંદર | 5 |
સુરેન્દ્રનગર | 30 |
મોરબી | 12 |
તાપી | 7 |
ડાંગ | 1 |
અમરેલી | 20 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..