ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,206 કેસો નોંધાયા, 121 લોકોના કોરોનાથી મોત, 4339 દર્દીઓ સ્વસ્થ થયાં
ગુજરાતમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. અને હવે રાજ્યમાં દૈનિક 1000 કેસોનાં વધારા સાથે નવા કેસો નોંધાઈ રહ્યા છે. ગત રોજ 11 હજારથી વધારે કેસો નોંધાયા હતા. જ્યારે આજે રાજ્યમાં કોરોનાનાં નવા 12206 કેસો નોંધાયા છે. અને 121 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 4339 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. અને કોરોનાને કાબૂ લેવાનો તો દૂર સંક્રમણ કેવી રીતે વધતું અટકાવી શકાય તે હાલ સૌથી મોટો પ્રશ્ન છે. કેમ કે સરકારનાં લાખ પ્રયાસો છતાં પણ સંક્રમણ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. આજે કોરોનાનાં કુલ કેસોનો આંક 4,08,602 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 5615 પર પહોંચ્યો છે. અને અત્યાર સુધી કુલ 3,46,063 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. હાલ રાજ્યનો રિકવરી રેટ 80.82 ટકા પર આવી પહોંચ્યો છે.
હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 76,500એ પહોંચી ગઈ છે. જેમાંથી કુલ 353 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 76,147 દર્દીઓની હાલત સ્થિર છે. આજે અમદાવાદમાં 23નાં મોત, સુરતમાં 25નાં મોત, વડોદરામાં 13નાં મોત, રાજકોટમાં 12, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 3, ગાંધીનગરમાં 4, જામનગરમાં 6, મોરબીમાં 3, સાબરકાંઠામાં 3, અરવલ્લીમાં 2, ભાવનગરમાં 3, બોટાદમાં 2, દાહોદમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢમાં 2, મહેસાણામાં 2, પાટણમાં 2, અમરેલીમાં 1, છોટા ઉદેપુરમાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 1, પંચમહાલમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં નવા 4691 કેસ, 23નાં મોત નિપજ્યા છે. સુરતમાં નવા 1928 કેસ, 25 મોત, વડોદરામાં 625 અને રાજકોટમાં 850 કેસ, જામનગરમાં 483 અને ભાવનગરમાં 287 કેસ, ગાંધીનગર 323 અને જૂનાગઢમાં 172 કેસ, મહેસાણામાં 485, બનાસકાંઠામાં 263, કચ્છમાં 176 કેસ, ભરૂચમાં 171, દાહોદમાં 139, પંચમહાલમાં 135 કેસ, અમરેલી – સાબરકાંઠામાં 122 – 122, ખેડામાં 121 કેસ, નર્મદામાં 121, તાપીમાં 113, નવસારીમાં 105 કેસ, પાટણમાં 104, મહિસાગરમાં 86, વલસાડમાં 80 કેસ, સુરેન્દ્રનગરમાં 76, મોરબીમાં 74, અરવલ્લીમાં 66 કેસ, દ્વારકામાં 62, આણંદમાં 58, છોટાઉદેપુરમાં 52 કેસ, ગીર સોમનાથમાં 49 અને પોરબંદરમાં 42 કેસ, બોટાદમાં 14 અને ડાંગમાં 11 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..