ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 80 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 228 દર્દીઓએ કોરોનાને માત આપી
ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. અમદાવાદ અને અરવલ્લીમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 228 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનને બાદ કરતા તમામ જિલ્લા અને શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ આવ્યા છે. 14 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,064 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 228 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,10,979 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 2644 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 10 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 80 કેસની સાથે આજે વધુ 2 દર્દીના મોત થયા છે. સુરત કોર્પોરેશન 18, અમદાવાદ કોર્પોરેશન 15, અમરેલી 5, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત 3, વલસાડ, આણંદ 2, દેવભૂમિ દ્વારકા 2, ગીર સોમનાથ 2, જૂનાગઢ 2, ખેડા 2, મહેસાણા 2, નવસારી 2, પોરબંદર 2, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2644 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 10 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 2634 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.46% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,62,11,578 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,48,796 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..