ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1108 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 63,675 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1108 કોરોનાના કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં આજે કોરોનાના 1108 કેસ નોંધાતા કુલ આંકડો 63,675 પર પહોંચ્યો છે. આજે 805 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 46,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73.16 ટકા થયો છે. તો આ સાથે જ એક ચિંતાજનક બાબત એવી પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. વડોદરામાં ગત 24 કલાકમાં 96 નવા કેસ નોંધાયા છે.

આજના કોરોના વાયરસના કેસની વિગત 

02/08/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 155
સુરત 237
વડોદરા 96
ગાંધીનગર 29
ભાવનગર 72
બનાસકાંઠા 3
આણંદ 16
રાજકોટ 94
અરવલ્લી 1
મહેસાણા 43
પંચમહાલ 27
બોટાદ 15
મહીસાગર 1
ખેડા 17
પાટણ 9
જામનગર 52
ભરૂચ 16
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 14
દાહોદ 17
છોટા ઉદેપુર 13
કચ્છ 16
નર્મદા 10
દેવભૂમિ દ્વારકા 13
વલસાડ 20
નવસારી 19
જૂનાગઢ 40
પોરબંદર 7
સુરેન્દ્રનગર 10
મોરબી 8
તાપી 4
ડાંગ 0
અમરેલી 17
અન્ય રાજ્ય 2

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો