ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1340 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,92,928 થયો
ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોનાનાં નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. અને હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના (Gujarat Corona)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં (Covid 19) નવા 1340 કેસો નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે અને 1113 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 1,92,928 પર પહોંચી ગયો છે.
આજે રાજ્યમાં કુલ સાત દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,677 પર પહોંચી છે, જેમાં 87 દર્દીઓની હાલત ગંભીર છે અને 12,590 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ 3830 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને રાજ્યમાં કુલ 1,76,475 દર્દીઓ સાજા થયા છે. આમ રાજયનો સાજા થવાનો દર 91.45 ટકા છે.
આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, વડોદરામાં 149, અમદાવાદમાં 246, રાજકોટમાં 137, જામનગરમાં 38, દાહોદ અને ખેડામાં કોરોનાના 28-28, મહિસાગરમાં 24 નવા કેસ, મોરબી જિલ્લામાં નવા 21 કેસ, અમરેલી-પંચમહાલ-ભરૂચમાં 17 નવા કેસ, આણંદ જિલ્લામાં 19 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 80 કેસ, સુરત જિલ્લામાં નવા 239 કેસ, પાટણમાં 33 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 18 કેસ, કચ્છ જિલ્લામાં 15 કેસ, નર્મદા-સુરેન્દ્રનગરમાં નવા 11-11 કેસ, અરવલ્લી-દ્વારકામાં 9-9 કેસ, ગીર સોમનાથમાં 8 કેસ, પોરબંદરમાં 7 કેસ, છોટાઉદેપુરમાં 5 કેસ, તાપી જિલ્લામાં 3 કેસ, બોટાદમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા.
ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 1281 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 8 દર્દીઓનાં મોત અને 1274 લોકોએ કોરોનાને માત આપી હતી. ઉલ્લેખનીય છે કે, વધતાં કોરોના કેસોને જોતાં અમદાવાદમાં ફરીથી નાઈટ કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. તો ગુજરાતની ચિંતાજનક સ્થિતિને જોતાં કેન્દ્ર દ્વારા એક ટીમ ગુજરાતમાં મોકલવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..