ગુજરાતમાં આજે કોરોનાના નવા 228 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 140 કેસ, 5 મોત કુલ આંકડો 1604: જયંતિ રવિ

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી જેમાં ગુજરાતમાં નવા 228 નોંધાયા છે. કુલ કેસ 1604 થયા છે અને 5 લોકોના મોત થતા 58 લોકોના મોત થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આરોગ્ય વિભાગના અગ્રસચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અનેસુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 1,376 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ એકલામાં જ 240 કેસ નવા નોંધાયા હતા.

ક્યાં ક્યાં નોંધાયા નવા કેસ

  • અમદાવાદ – 140
  • આણંદ 1
  • બનાસકાંઠા 2
  • બોટાદ 1
  • ભાવનગરમાં 2
  • સુરત 67
  • મહેસાણામાં 1
  • વડોદરા 8
  • રાજકોટ 5
  • કુલ 228 કેસ પોઝિટિવ

સૌથી વધુ મોત; ગુજરાતમાં 58 મોત, મોતના મામલે દેશમાં ત્રીજા ક્રમે પહોંચ્યું

જે ઝડપથી ગુજરાતમાં પોઝિટિવ કેસ વધી રહ્યાં છે એટલી જ ઝડપે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. શનિવાર સુધી ગુજરાતમાં 58 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર 201 મોત સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે મધ્ય પ્રદેશ 62 મોત સાથે બીજા ક્રમે છે. બીજી બાજુ અમદાવાદમાં 25 મોત થયા છે જે 29 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ કરતા પણ વધુ છે. દેશમાં 13 રાજ્ય એવા પણ છે જ્યાં એક પણ મોત નોંધાયા નથી.

કુલ દર્દી 1604, 58ના મોત અને 94 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1002 29 27
વડોદરા 166 07 07
સુરત 220 08 10
રાજકોટ 35 00 09
ભાવનગર 32 04 10
આણંદ 28 01 03
ભરૂચ 22 00 02
ગાંધીનગર 17 02 10
પાટણ 15 01 11
નર્મદા 11 00 00
પંચમહાલ 09 02 00
બનાસકાંઠા 10 00 00
છોટાઉદેપુર 07 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 05 00 00
બોટાદ 05 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 02 00 00
ખેડા 02 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 02 00 01
મહીસાગર 02 00 00
અરવલ્લી 01 01 00
કુલ 1604 58 94

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો