ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1410 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,20,498 થયો
ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,410 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,410 નવા કેસ સાથે કુલ આંકડો 1,20,498 પર પહોંચ્યો છે. તો આજે 1,293 દર્દીઓ સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3289 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16010 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
સાજા થનારનો આંકડો 1 લાખને પાર
આજે 1,293 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 101101 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા થયેલ છે. તો આજે સુરતમાં 252, અમદાવાદમાં 203, રાજકોટમાં 210,તો જામનગરમાં 116 અને વડોદરામાં 107 દર્દીઓ સાજા થયા છે.
69 હજારથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે સૌથી વધુ 69,077 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 36,78,350 ટેસ્ટ કરવામાં આવ્યા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.
18/09/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 173 |
સુરત | 286 |
વડોદરા | 135 |
ગાંધીનગર | 48 |
ભાવનગર | 36 |
બનાસકાંઠા | 48 |
આણંદ | 11 |
રાજકોટ | 144 |
અરવલ્લી | 7 |
મહેસાણા | 47 |
પંચમહાલ | 28 |
બોટાદ | 10 |
મહીસાગર | 11 |
ખેડા | 12 |
પાટણ | 27 |
જામનગર | 129 |
ભરૂચ | 26 |
સાબરકાંઠા | 16 |
ગીર સોમનાથ | 14 |
દાહોદ | 16 |
છોટા ઉદેપુર | 6 |
કચ્છ | 34 |
નર્મદા | 9 |
દેવભૂમિ દ્વારકા | 8 |
વલસાડ | 4 |
નવસારી | 5 |
જૂનાગઢ | 37 |
પોરબંદર | 7 |
સુરેન્દ્રનગર | 13 |
મોરબી | 30 |
તાપી | 5 |
ડાંગ | 2 |
અમરેલી | 26 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..