ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,340 કેસો નોંધાયા, 110 લોકોના કોરોનાથી મોત, 3,981 દર્દીઓ સ્વસ્થ થયાં
હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આજે શનિવારના રાજ્યમાં કોરોનાના વધુ 10,340 કેસ સામે આવ્યા છે, જેની સામે 3981 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાના કારણે રાજ્યમાં 110 લોકોના મોત થયા છે. જો કે આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે કોરોનાના કેસોની સામે દર્દીઓના સાજા થવાનું આંકડો ઓછો છે. કોરોનાના કારણે દવાખાનાઓ-હૉસ્પિટલોમાં ગંભીર પરિસ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં વેઈટિંગના પાટિયા લાગેલા છે અને લોકોમાં પણ ફફટાડ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાના નવા 10340 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આજે વધુ 110 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 5377 દર્દીના મોત થયા છે. આજે વધુ 3981 દર્દી સાજા થયા જે રાજ્ય માટે એક સારા સમાચાર કહી શકાય. અત્યાર સુધીમાં 3, 37, 545 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં નવા 3694 કેસ સામે 28નાં મોત થયા છે. સુરતમાં નવા 2425 કેસ, 28નાં મોત થયા તો વળી રાજકોટમાં 811 અને વડોદરમાં 509 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 198 અને જામનગરમાં 366 કેસ નોંધાયા. ગાંધીનગરમાં 150 અને જૂનાગઢમાં 122 કેસ નોંધાયા.
એ જ રીતે વાત કરીએ તો મહેસાણામાં 389, પાટણમાં 158, બનાસકાંઠામાં 112 કેસ, નવસારીમાં 104, તાપીમાં 99, અમરેલીમાં 98 કેસ, કચ્છમાં 94, સુરેન્દ્રનગરમાં 92, આણંદમાં 91 કેસ, મહિસાગરમાં 89, સાબરકાંઠામાં 82, પંચમહાલમાં 74 કેસ, દાહોદ – ખેડામાં 69 – 69, વલસા઼ડમાં 61 કેસ, દ્વારકામાં 60, ભરૂચમાં 59, મોરબીમાં 54 કેસ, બોટાદમાં 47, ગીર સોમનાથમાં 43, નર્મદામાં 42 કેસ, અરવલ્લીમાં 32 અને છોટાઉદેપુરમાં 23 કેસ, પોરબંદરમાં 18 અને ડાંગમાં 7 કેસ નોંધાયા છે.
જો રસીકરણ વિશે વાત કરીએ તો 88, 80, 954 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે અને 14, 07, 058 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..