ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,379 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,19,088 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,379 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખની નજીક પહોંચી ચૂક્યો છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં 1379 નવા કેસ સાથે કુલ આંકડો 1,19,088 પર પહોંચ્યો છે. તો આજે 1,652 દર્દીઓ સાજા થયા અને 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3273 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 16007 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

આજે 1,652 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 99808 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.81 ટકા થયેલ છે. તો આજે 4 જિલ્લામાં 200થી વધુ દર્દીઓ સાજા થયા છે. જેમાં સુરતમાં 290, અમદાવાદમાં 224, રાજકોટમાં 237 અને મહેસાણામાં 203 દર્દીઓ સાજા થયા છે. તો જામનગરમાં 120 અને વડોદરામાં 119 દર્દીઓ સાજા થયા છે.

આજે સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં આજે સૌથી વધુ 85,620 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 36,09,808 ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.

17/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 171
સુરત 280
વડોદરા 127
ગાંધીનગર 47
ભાવનગર 55
બનાસકાંઠા 39
આણંદ 7
રાજકોટ 145
અરવલ્લી 9
મહેસાણા 41
પંચમહાલ 28
બોટાદ 8
મહીસાગર 19
ખેડા 8
પાટણ 28
જામનગર 129
ભરૂચ 25
સાબરકાંઠા 7
ગીર સોમનાથ 13
દાહોદ 17
છોટા ઉદેપુર 6
કચ્છ 30
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 11
વલસાડ 12
નવસારી 6
જૂનાગઢ 37
પોરબંદર 5
સુરેન્દ્રનગર 2
મોરબી 26
તાપી 2
ડાંગ 5
અમરેલી 26

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો