ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 293 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 770 દર્દીઓએ કોરોનાને માત આપી
કોરોના મહામારીની બીજી લહેરનો ગુજરાતમાં ધીમેધીમે અંત આવી રહ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.84 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 300થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 293 કેસ નોંધાયા છે અને 6 લોકો કોરોના સામેની જંગમાં હાર્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 770 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી 8,03,892 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,018 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 770 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,03,892 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 7749 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 203 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે અને 7546 દર્દીઓની હાલત સ્ટેબલ છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 293 કેસની સાથે આજે વધુ 6 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં આજે નવા 47 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. સુરતમાં આજે નવા 66 કેસ અને 2ના મોત થયા છે. રાજકોટમાં 19 અને વડોદરામાં 26 કેસ, જામનગરમાં 7 અને ભાવનગરમાં 1 કેસ, ગાંધીનગરમાં 4 અને જૂનાગઢમાં 18 કેસ, ગીર સોમનાથમાં 15, ભરૂચમાં 9, કચ્છમાં 8 કેસ, વલસાડમાં 8, આણંદ – નવસારીમાં 7 – 7 કેસ, મહેસાણામાં 6, દ્વારકા – પંચમહાલમાં 5 – 5 કેસ, બનાસકાંઠા – ખેડા – સાબરકાંઠામાં 4 – 4 કેસ, અમરેલી – મોરબીમાં 3 – 3, મહિસાગરમાં 2 કેસ, તાપીમાં 2, દાહોદ – પાટણ – પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,52,543 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..