ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 926 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,89,216 થયો
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર આવ્યો એમ લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં નવા 926 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 926 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,89,216એ પહોંચી છે.
જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3808એ પહોંચ્યો છે. જોવા જેવી વાત એ છે કે કેટલાક દિવસથી મોતનો આકંડો 6 જ આવતો હતો. હવે આજે એમાં ઘટાડો થઈને 5 થયો છે. કે જે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. જ્યારે 1040 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.41 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 39,383 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યમામાં કોરોનાના સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે રાજયના વિવિધ જિલ્લાઓમાં કુલ 926 કેસ નોંધાયા છે. સાથે આજે 1040 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે.
16/11/2020 | પોઝિટિવ કેસ | મૃત્યુ | સાજા થયા |
અમદાવાદ | 225 | 3 | 0 |
સુરત | 141 | 1 | 0 |
વડોદરા | 125 | 0 | 0 |
ગાંધીનગર | 51 | 0 | 0 |
ભાવનગર | 12 | 0 | 0 |
બનાસકાંઠા | 16 | 0 | 0 |
આણંદ | 8 | 0 | 0 |
રાજકોટ | 127 | 1 | 0 |
અરવલ્લી | 4 | 0 | 0 |
મહેસાણા | 45 | 0 | 0 |
પંચમહાલ | 5 | 0 | 0 |
બોટાદ | 2 | 0 | 0 |
મહીસાગર | 6 | 0 | 0 |
ખેડા | 8 | 0 | 0 |
પાટણ | 18 | 0 | 0 |
જામનગર | 24 | 0 | 0 |
ભરૂચ | 7 | 0 | 0 |
સાબરકાંઠા | 19 | 0 | 0 |
ગીર સોમનાથ | 8 | 0 | 0 |
દાહોદ | 16 | 0 | 0 |
છોટા ઉદેપુર | 2 | 0 | 0 |
કચ્છ | 20 | 0 | 0 |
નર્મદા | 4 | 0 | 0 |
દેવભૂમિ દ્વારકા | 1 | 0 | 0 |
વલસાડ | 0 | 0 | 0 |
નવસારી | 1 | 0 | 0 |
જૂનાગઢ | 12 | 0 | 0 |
પોરબંદર | 0 | 0 | 0 |
સુરેન્દ્રનગર | 8 | 0 | 0 |
મોરબી | 7 | 0 | 0 |
તાપી | 1 | 0 | 0 |
ડાંગ | 0 | 0 | 0 |
અમરેલી | 3 | 0 | 0 |
અન્ય રાજ્ય | 0 | 0 | 0 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..