ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1185 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,56,283 થયો
રાજ્યમાં મહામારી કોરોના વાયરસનો પ્રકોપ હાલ પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1185 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 દર્દીઓના દુ:ખદ મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે આજે વધુ 1,329 દર્દીઓ સાજા થયા છે. આ સાથે હવે રાજ્યમાં કુલ 1,37,870 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. તેથી રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકાએ પહોંચ્યો છે.
માહિતી મુજબ આજે રાજ્યમાં 51,215 કોરોના ટેસ્ટ કરાયા છે. તેથી અત્યાર સુધી કુલ 52,16,885 ટેસ્ટ કરાયા છે. 1,185 નવા કેશ સામે આવતા અત્યાર સુધી રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1,56,283 એ પહોંચ્યો છે. જ્યારે વધુ 11 દર્દીઓના મોત થતા મૃત્યુઆંક 3,609 એ પહોંચ્યો છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરતમાં આજે 249 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 186 નવા કેસ સામે આવ્યા છે અને 4 દર્દીઓ મોતને ભેટ્યા છે. વડોદરાની વાત કરીએ તો 119 નવા કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું છે.
આ સિવાય રાજકોટમાં 109 નવા કોરોનના કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 82 અને ગાંધીનગરમાં 43 નવા કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 1 દર્દીનું મોત પણ થયું છે. જૂનાગઢની વાત કરીએ તો 34 નવા કેસ અને ભાવનગરમાં 19 કોરોના કેસ નોંધાયા છે. મહેસાણામાં 33 અને કચ્છમાં 31 નવા કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 28, અમરેલીમાં 24, પંચમહાલમાં 23 અને પાટણમાં પણ 23 નવા કેસ નોંધાયા છે. પાટણમાં 1 દર્દીનું મોત થયું છે. બનાસકાંઠામાં 22 નવા કેસ, મોરબીમાં 19 કેસ, સુરેન્દ્રનગરમાં 18 અને ગીર સોમનાથમાં 14 કેસ, નર્મદામાં 14 અને આણંદમાં 13 કેસ નોંધાયા છે.
સાબરકાંઠાની વાત કરીએ તો આજે 13 અને મહિસાગરમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે મહિસાગરમાં 1 દર્દીનું મોત પણ થયું છે. અરવલ્લીમાં 9, દાહોદમાં 8 કેસ, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં 7-7 કેસ, ખેડા અને નવસારીમાં 7-7 કેસ સામે આવ્યા છે. છોટા ઉદેપુરમાં 6 અને તાપીમાં 5 કેસ નોંધાયા છે. તાપીમાં 1 દર્દીનું મોત પણ થયું છે. પોરબંદરની વાત કરીએ તો ત્યાં આજે 2 અને વલસાડમાં 1 કોરોના કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..