છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 514 નવા કેસ નોઁધાયા અને 28 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 1506 અને કુલ કેસ 24,104 થયા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 500થી વધારે નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 514 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 24,104 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 64 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 16,672 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
15/06/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 327 |
સુરત | 64 |
વડોદરા | 44 |
ગાંધીનગર | 15 |
જામનગર | 9 |
ભરૂચ | 9 |
રાજકોટ | 8 |
પંચમહાલ | 7 |
સાબરકાંઠા | 4 |
જૂનાગઢ | 4 |
પાટણ | 3 |
સુરેન્દ્રનગર | 3 |
અન્ય રાજ્ય | 3 |
અરવલ્લી | 2 |
મહેસાણા | 2 |
વલસાડ | 2 |
બનાસકાંઠા | 1 |
આણંદ | 1 |
બોટાદ | 1 |
ખેડા | 1 |
કચ્છ | 1 |
નર્મદા | 1 |
અમરેલી | 1 |
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 28 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1506 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 71 લોકો વેન્ટિલેટર પર છે તો 5855 લોકો સ્ટેબલ છે.
રાજ્યના વિવધ મહાનગરોમાં નોંધાયેલા અત્યાર સુધીના કેસની વિગત
કુલ | અ’વાદ | બરોડા | સુરત | રાજકોટ | અન્ય | |
પોઝિટિવ | 5926 | 3937 | 540 | 656 | 66 | 727 |
મોત | 1506 | 1210 | 43 | 104 | 5 | 144 |
સાજા થયા | 16672 | 11820 | 1014 | 1883 | 86 | 1869 |
કુલ | 24104 | 16967 | 1597 | 2643 | 157 | 2740 |
સતત છઠ્ઠ વખત નોંધાયા 500થી વધારે કેસ
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અનલૉક-1 જાહેર થયાંને હજી ગણતરીના દિવસ થયાં છે ત્યા અત્યાર સુધીમાં સતત છઠ્ઠી વખત કોરોનાના નવા કેસ 500થી વધારે નોંધાયા છે. સૌ પ્રથમ વખત 5 તારીખે 510 કેસ નોંધાયા હતા. તો 10 જૂનના રોજ ફરી 510 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બીજા દિવસે 11 તારીખે 513 અને આજે એટલે કે 13 જૂનના રોજ 517 કેસ નવા નોંધાયા હતા તો 14 જૂનના રોજ 511 નવા કેસ નોંધાયા હતા. ત્યારે આજે ફરીવાર 514 કેસ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..