ગુજરાતમાં આજે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ નવા 42 કેસ સાથે કુલ આંકડો 695 થયો
ગુજરાતમાં આજે ગઈકાલ રાતથી આજ સવાર સુધી વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. જ્યારે 2 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે. આજે રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આજે ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. 30 લોકોના મોત થયા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં જ સૌથી વધુ કેસો નોંધાયા હોવાની માહિતી મળી છે. જેને લઈને અમદાવાદમાં અત્યાર સુધી કુલ 404 કેસ નોંધાયા છે. વડાપ્રધાનએ 3જી મે સુધી લોકડાઉનને લંબાવ્યુ છે. જ્યારે એકલા અમદાવાદમાં જ 415 કેસ નોંધાયા છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આજથી ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિની વાત કરીએ તો વેન્ટીલેટર પર 8 દર્દીઓ છે, અને 598 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે હોસ્પિટલમાંથી 59 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે અને 30 લોકોના મૃત્યું થયા છે. અમદાવાદમાં આજે 42 નવા કેસો સામે આવ્યા છે. જેમાં 24 પુરુષ અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. સુરતમાં નવા 6 કેસમાં 5 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે. વડોદરામાં નવા 3 કેસોમાં 3 પુરુષોનો છે, જ્યારે બોટાદમાં એક, પંચમહાલમાં ત્રણ અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લેબોરેટરીમાં ટેસ્ટ કરાયાની વાત કરીએ તો, 2354 ટેસ્ટ કરાયા છે, તેમાં 2268 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 17334 લોકોના ટેસ્ટ કરાયા છે, તેમાં 695 પોઝિટીવ અમને 16631 લોકો નેગેટીવ છે. બોટાદ શહેરમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ છે. 80 વર્ષના વૃદ્વને કોરોના થયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે.
આણંદના ખંભાતમાં કોરોનાના વધુ 7 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. અલિંગ વિસ્તારના એક સાથે 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રે કામગીરી હાથધરી છે. આજે ત્રણ બાળકો સહિત 7 લોકોના રિપોર્ટ પોઝિટવ આવ્યા. હાલમાં તમામ દર્દીઓની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
દાહોદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગરબાડાના ભીલવા ગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરના 12 સભ્યોને ક્વોરોન્ટાઈન કરાય છે. દર્દીના સંપર્કમાં આવેલા 6 લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા 6 વિસ્તારોમાં પણ તપાસ હાથધરાઈ છે. આજે એક કેસ નોંધાતા દાહોદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા 3એ પહોંચી છે.
ડભોઇના મહા ડી ભાગોળના પુરૂષનો કોરોના પોઝિટિવ. 52 વર્ષીય પૂરૂષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ડભોઇમા અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ ન હતો. વડોદરામાં કોરોના ન દર્દીની સંખ્યા વધી ને 117 થઇ.
રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાંથી જ વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ પોઝિટિવ કેસનો આંક 21 પર પહોંચ્યો છે. 3 પૈકી 2 કેસ કલ્સટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં સામે આવ્યા છે. જ્યારે 1 કેસ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતી ચેપ લાગ્યો છે. હાલ કુલ 13 પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે 8 દર્દી રિકવર થતા સારવાર માંથી રજા આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..