ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9995 કેસો નોંધાયા, 104 લોકોના કોરોનાથી મોત, 15,365 દર્દીઓએ કોરોનાને માત આપી
છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. આજે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના દૈનિક કેસ 10,000થી નીચે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 9995 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 104 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 15,365 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8944 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 15,365 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 6,09,031 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 117373 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 786 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 117373 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 786 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 116587 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 82.82% એ આવી ગયો છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2764 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 631 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 219 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 639 કેસ, જ્યારે ગ્રામ્યમાં 429 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 316 કેસ અને ગ્રામ્યમાં 306 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..