ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1175 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,27,683 થયો
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે તો કોરોનાનાં કેસ 1200થી પણ ઓછા નોંધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1175 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1175 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,27,683એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4171એ પહોંચ્યો છે. જ્યારે 1347 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.33 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 239, સુરત કોર્પોરેશન 148, વડોદરા કોર્પોરેશન 112, રાજકોટ કોર્પોરેશન 99, મહેસાણા 51, વડોદરા 40, ગાંધીનગર 35, રાજકોટ 30, અમરેલી 29, જામનગર કોર્પોરેશન 28, કચ્છ 28, પાટણ 25, સુરત 24, સાબરકાંઠા 22, આણંદ 21, બનાસકાંઠા 20, દાહોદ 20, પંચમહાલ 19, સુરેન્દ્રનગર 19, ભાવનગર કોર્પોરેશન 17, ગાંધીનગર કોર્પોરેશન 17, જામનગર 17, ખેડા 15, ભરૂચ 14, જુનાગઢ કોર્પોરેશન 14, મોરબી 12, જુનાગઢ 9, મહીસાગર 9, અમદાવાદ 8, ગીર સોમનાથ 6, નર્મદા 6, અરવલ્લી 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 3, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, નવસારી 2, પોરબંદર 2, તાપી 2 કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા હતા પરંતુ હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 11 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 8 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4171એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,10,214 નાગરીકો સાજા થઈ ગયા છે. 4171ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,298 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 65 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,233 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..