ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1169 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,52,765 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1169 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,52,765એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 8 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3577એ પહોંચ્યો છે. જ્યારે 1442 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 87.55 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 50,979 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 171, અમદાવાદ કોર્પોરેશન 166, વડોદરા કોર્પોરેશન 87, રાજકોટ કોર્પોરેશન 84, સુરત 83, જામનગર કોર્પોરેશન 64, વડોદરા 41, રાજકોટ 38, જામનગર 25, મહેસાણા 25, કચ્છ 24, પંચમહાલ 24, અમરેલી 21, બનાસકાંઠા 21, સાબરકાંઠા 21, મોરબી 20, ભરૂચ 19, સુરેન્દ્રનગર 19, અમદાવાદ 18, ગાંધીનગર 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જુનાગઢ 18, પાટણ 16, ગીર સોમનાથ 15, નર્મદા 13, જુનાગઢ કોર્પોરેશન 12, ભાવનગર કોર્પોરેશન 10, દાહોદ 10, આણંદ 9, બોટાદ 9, ખેડા 9, દેવભૂમિ દ્વારકા 8, છોટા ઉદેપુર 6, મહીસાગર 6, નવસારી 6, ભાવનગર 5, અરવલ્લી 3, તાપી 3, વલસાડ 2, ડાંગ 1 પોરબંદર 1 મળી કુલ 1169 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3577એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 133752 નાગરીકો સાજા થઈ ગયા છે. 3577ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 15,436 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 78 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 15,358 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો