ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1181 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,51,596 થયો
કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1181 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,51,596એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3569એ પહોંચ્યો છે. જ્યારે 1413 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 87.28 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,250 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 176, અમદાવાદ કોર્પોરેશન 168, રાજકોટ કોર્પોરેશન 88, વડોદરા કોર્પોરેશન 88, સુરત 85, જામનગર કોર્પોરેશન 69, મહેસાણા 42, વડોદરા 41, રાજકોટ 35, જામનગર 31, પાટણ 24, ગાંધીનગર 23, પંચમહાલ 23, અમદાવાદ 21, અમરેલી 20, ભરૂચ 20, સાબરકાંઠા 19, ગાંધીનગર કોર્પોરેશન 18, કચ્છ 18, જુનાગઢ 17, મોરબી 15, સુરેન્દ્રનગર 15, બનાસકાંઠા 14, જુનાગઢ કોર્પોરેશન 12, આણંદ 11, ભાવનગર કોર્પોરેશન 11, ગીર સોમનાથ 11, ખેડા 9, તાપી 9, મહીસાગર 7, નર્મદા 7, અરવલ્લી 6, દાહોદ 6, દેવભૂમિ દ્વારકા 6, નવસારી 5, વલસાડ 4, બોટાદ 3, ભાવનગર 2, પોરબંદર 2, છોટા ઉદેપુર 1, ડાંગ 1 મળી કુલ 1181 કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, રાજકોટ કોર્પોરેશન, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3569એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 132310 નાગરીકો સાજા થઈ ગયા છે. 3569ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 15,717 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 15,631 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..