ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 347 નવા કેસ, 20ના મોત સાથે મૃત્યુઆંક 500ને પાર, કુલ 8,542 કેસ
લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 347 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે કેસ 268 નવા કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 347 કેસ
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 8542 થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 513 દર્દીઓના મૃત્યુ થયા છે.
આજે રાજ્યમાં 235 દર્દીઓ થયાં સાજા
આ સાથે આજ રોજ 235 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 2780 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.
આજના નવા કેસ
- અમદાવાદ 268
- વડોદરા 29
- સુરત 19
- ભાવનગર 1
- આણંદ 2
- ભરૂચ 3
- ગાંધીનગર 10
- પંચમહાલ 4
- નર્મદા 1
- મહેસાણા 2
- જામનગર 3
- સાબરકાંઠા 3
- અરવલ્લી 1
- જુનાગઢ 1
- કુલ 374
31 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5218 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 116471 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8542 પોઝિટિવ આવ્યા છે તો 107929 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
દેશમાં લોકડાઉન અને કોરાનાની પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે આજે વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વિડિયો કોન્ફરન્સ દ્વારા બપોર 3 વાગ્યાથી બેઠક યોજી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન સાથે ગુજરાતમાં કોવિડ-19ની સંક્રમણ સ્થિતિ, રાજ્ય સરકારે લીધેલા પગલાં ઊદ્યોગો-વેપાર-દુકાનો વગેરે ખોલવા –શરૂ કરવા માટે રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી.
મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર, શ્રમિકો તમામ નિયમ પાળે અને સહકાર આપેઃ DGP
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે અપડેટ આપતા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શ્રમિકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. શ્રમિકોને તમામ નિયમ પાળવા અને સહકાર આપવા વિનંતિ કરું છું. હજુ પણ અનેક દુકાનો ખુલી રહેતી હોવાની ફરિયાદ મળી રહી છે. લોકો સહકાર આપશે તો જ સંક્રમણ વધતું અટકશે. સોશિયલ ડિસ્ટન્સિંગને જીવનનો ભાગ બનાવવો પડશે. કોરોના સામે લડાઈ લડવાની છે. ડ્રોનની મદદથી 12,243 ગુના નોંધાયા છે. સીસીટીવીની મદદથી 74 શખ્સની અટકાયત કરવામાં આવી છે.
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 6086 | 1482 | 400 |
Baroda | 547 | 298 | 31 |
Surat | 914 | 533 | 39 |
Rajkot | 66 | 46 | 1 |
Bhavnagar | 95 | 42 | 7 |
Anand | 80 | 70 | 7 |
Bharuch | 31 | 25 | 2 |
Gandhinagar | 139 | 33 | 5 |
Patan | 27 | 20 | 1 |
Panchmahal | 65 | 33 | 4 |
Banaskantha | 81 | 33 | 3 |
Narmada | 13 | 12 | 0 |
Chhota Udepur | 14 | 13 | 0 |
Kutch | 8 | 6 | 1 |
Mehsana | 52 | 37 | 2 |
Botad | 56 | 18 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Dahod | 20 | 4 | 0 |
Gir Somnath | 12 | 3 | 0 |
Kheda | 29 | 8 | 1 |
Jamnagar | 29 | 2 | 2 |
Morbi | 2 | 1 | 0 |
Sabarkantha | 26 | 3 | 2 |
Arvalli | 74 | 22 | 2 |
Mahisagar | 44 | 17 | 1 |
Tapi | 2 | 2 | 0 |
Valsad | 6 | 4 | 1 |
Navsari | 8 | 7 | 0 |
Dang | 2 | 2 | 0 |
Surendranagar | 3 | 1 | 0 |
Devbhoomi Dwarka | 4 | 0 | 0 |
Junagadh | 3 | 0 | 0 |
Other State (Rajasthan) | 1 | 0 | 0 |
TOTAL | 8542 | 2780 | 513 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..