ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1332 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,09,627 થયો
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવાત છે. કોરોનાના કેસો રોજના સરેરાશ 1200-1300 આવી રહ્યા છે. 10 સપ્ટેમ્બર, ગુરુવારના પણ કોરોનાના કેસો 1300થી વધારે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1332 પોઝિટિવ કેસ આવ્યા છે. રાજ્યમાં આ દરમિયાન કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તી પ્રમાણે પ્રતિદિન 1110.01 ટેસ્ટ પ્રતિ મિલિયન કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 30, 73, 534 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સાજા થનારા દર્દીઓનો આંકડો 90,230
1332 પોઝિટિવ કેસની સામે રાજ્યમાં આ દરમિયાન 1,415 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો 90,230 થવા પામ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 82.31 ટકા થયો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,82,298 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 6,81,839 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 459 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 16230 કોરોના કેસ એક્ટિવ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે કુલ 15 લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદ કૉર્પોરેશનમાં 4, સુરતમાં 3, અમરેલીમાં 2, ગાધીનગરમાં 1, જામનગરમાં 1, રાજકોટ કૉર્પોરેશનમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરા કૉર્પોરેશનમાં 1 અને સુરત કૉર્પોરેશનમાં 1 મોત થયું છે. રાજ્યમાં કુલ 16230 કોરોના કેસ અત્યારે એક્ટિવ છે, જ્યારે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 109627 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સુરત કોર્પોરેશનમાં 176 આવ્યા છે.
10/09/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 167 |
સુરત | 278 |
વડોદરા | 124 |
ગાંધીનગર | 38 |
ભાવનગર | 64 |
બનાસકાંઠા | 9 |
આણંદ | 7 |
રાજકોટ | 150 |
અરવલ્લી | 3 |
મહેસાણા | 25 |
પંચમહાલ | 30 |
બોટાદ | 14 |
મહીસાગર | 21 |
ખેડા | 10 |
પાટણ | 31 |
જામનગર | 105 |
ભરૂચ | 24 |
સાબરકાંઠા | 10 |
ગીર સોમનાથ | 15 |
દાહોદ | 18 |
છોટા ઉદેપુર | 10 |
કચ્છ | 20 |
નર્મદા | 8 |
દેવભૂમિ દ્વારકા | 5 |
વલસાડ | 2 |
નવસારી | 11 |
જૂનાગઢ | 37 |
પોરબંદર | 8 |
સુરેન્દ્રનગર | 24 |
મોરબી | 27 |
તાપી | 7 |
ડાંગ | 0 |
અમરેલી | 30 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..