ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1310 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 97,745 થયો
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1310 કેસ સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1310 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 97,745 પર પહોંચ્યો છે.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 78,070 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 24,09,906 પર પહોંચ્યો છે.
આજે કોરોનાના 1310 કેસ જ્યારે 1131 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 78,913 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80.73 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરા અને હવે રાજકોટમાં રણ કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 3036 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 72 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 145, સુરત 115, જામનગર કોર્પોરેશન 97, રાજકોટ કોર્પોરેશન 89, વડોદરા કોર્પોરેશન 85, ભાવનગર કોર્પોરેશન 37, પંચમહાલ 37, રાજકોટ 36, વડોદરા 36, અમરેલી 31, મહેસાણા 30, પાટણ 26, ભરૂચ 25, મોરબી 23, કચ્છ 20, નવસારી 20, સુરેન્દ્રનગર 20, દેવભૂમિ દ્વારકા 19, ગાંધીનગર કોર્પોરેશન 19, ગાંધીનગર 18, ભાવનગર 16, દાહોદ 16, જામનગર 16, બનાસકાંઠા 15, અમદાવાદ 14, ગીર સોમનાથ 14, જુનાગઢ કોર્પોરેશન 14, છોટા ઉદેપુર 11, જુનાગઢ 11, બોટાદ 10, મહીસાગર 10, સાબરકાંઠા 9, તાપી 9, ખેડા 8, નર્મદા 8, પોરબંદર 8, વલસાડ 7, અરવલ્લી 6, આણંદ 3, ડાંગ 3 કેસો મળી કુલ 1310 કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3036એ પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 લાખની નજીક પહોંચ્યો છે પરંતુ રાજ્યમાં હાલ 15996 કેસ જ એક્ટિવ છે. જેનો અર્થ છે કે, રાજ્યમાં ઘણા બધા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રિકવરી રેટ પર 80 ટકાને પાર પહોંચી ગયો છે. જે ખરેખર સારી વાત છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..