ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236, કુલ દર્દી 4,721
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 4721 થયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 267 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4721 થઇ છે. જ્યારે 22 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 236 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 83 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 696 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.
આજના કુલ નવા કેસ
- અમદાવાદ 267
- બનાસકાંઠા 1
- બોટાદ 1
- ગાંંધીનગર 1
- કચ્છ 1
- મહીસાગર 6
- પંચમહાલ 3
- પાટણ 1
- સુરત 26
- વડોદરા 19
- કુલ 326
મા વાત્સલ્ય અને મા અમૃતમ હેઠળ કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશેઃઅશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે,આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ રાજ્યના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને બે મહત્વની જાહેરાત કરી છે. મે મહિનામાં એપીએલ-1ના 61 લાખ જેટલા પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી એક જાહેરાતમાં મા વાત્સલ્ય અને મા અમૃતમના લાભાર્થીઓને કોઇ ઓપરેશન કરાવવું હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે મા અમૃતમ અને મા વાત્સલ્યની હોસ્પિટલમાં જશે તો તેમને કોરોનાનો ટેસ્ટ કરવાનો થશે તો તેનો ખર્ચ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ મળશે. રાજ્ય 77 લાખ કુંટુંબોને લાભ મળશે.
મારું ગામ કોરોનામુક્ત ગામનો સંકલ્પ સરપંચ કરેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસે પંચમહાલના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં અટકાવવા દરેક સરપંચ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ એવો સહિયારો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું છે. તેમણે આ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાએ જે અભિગમ અપનાવ્યો છે અને ગામના પ્રવેશદ્વાર પર ચોકીઓ શરૂ કરી છે, ગામમાં આવનારા તથા બહાર જનારા સૌની મૂવમેન્ટ માટે રજીસ્ટર રાખવામાં આવ્યું છે તેને અન્ય ગામો અનુસરે તેવી અપીલ કરી છે.
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 3293 | 399 | 165 |
Baroda | 308 | 102 | 21 |
Surat | 640 | 66 | 26 |
Rajkot | 58 | 18 | 1 |
Bhavnagar | 47 | 21 | 5 |
Anand | 74 | 30 | 4 |
Bharuch | 31 | 20 | 2 |
Gandhinagar | 49 | 12 | 2 |
Patan | 18 | 12 | 1 |
Panchmahal | 37 | 3 | 3 |
Banaskantha | 29 | 4 | 1 |
Narmada | 12 | 10 | 0 |
Chhota Udepur | 13 | 6 | 0 |
Kutch | 7 | 5 | 1 |
Mehsana | 11 | 5 | 0 |
Botad | 21 | 2 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Dahod | 5 | 2 | 0 |
Gir Somnath | 3 | 3 | 0 |
Kheda | 6 | 2 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Morbi | 1 | 1 | 0 |
Sabarkantha | 3 | 4 | 0 |
Arvalli | 19 | 0 | 1 |
Mahisagar | 17 | 5 | 0 |
Tapi | 1 | 0 | 0 |
Valsad | 5 | 0 | 1 |
Navsari | 6 | 1 | 0 |
Dang | 2 | 0 | 0 |
Surendranagar | 1 | 0 | 0 |
Junagadh | |||
Devbhoomi Dwarka | |||
Amreli | |||
TOTAL | 4721 | 736 | 236 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..