અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું, આવનારા દિવસોમાં હજારો લોકોના મોતની સંભાવના

કોરોના વાયરસ સામે આખી દુનિયા જાણે જંગે ચડી હોય તેમ દરેક દેશ તેને નાથવાના પ્રયત્યનો કરી રહી છે. પરંતુ કોરોનાએ કાળ બનીને વિકરાળ રૂપ ધારણ કર્યું છે. તેમાં વિકસિત દેશોની યાદીમાં આવતા અમેરિકાની હાલત પણ ખરાબ છે. એડવાન્સ ટેકનોલોજી ધરાવતા અમેરિકામાં પણ ચારેયબાજુ અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ચીનના વુહાનની જેમ અમેરિકામાં ન્યૂયોર્ક કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. જી હા ન્યૂયોર્ક શહેરમાં 30000થી વધુ કોરોનાના દર્દીઓ થઇ ગયા છે. દર ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે ત્યારે માનવજાતને હચમચાવતી માહિતી સામે આવી છે. કહેવાય છે કે આવનારા થોડાંક દિવસોમાં જ હજારો લોકોના મોત થવાની વકી હોવાથી મૃતદેહોને અલગ સ્થળે રાખવાની તૈયારીઓ ચાલી રહી છે.

ચોકાવનારી વાત એ છે કે કુલ પોઝિટિવ કેસોની સંખ્યામાં ચીન કરતા અમેરિકા આગળ નિકળી ગયું છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 85594 નોંધાયા છે, જ્યારે ચીનમાં 81340 નોંધાયા છે. ચીન કરતા ઈટાલી અને સ્પેનમા વધારે મૃત્યુઆંક નોંધાયો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 8215 લોકોના મોત થયા છે, સ્પેનમાં 4365 લોકોના અને ચીનમાં 3292 લોકોના મોત થયા છે.

ટેન્ટ અને ટ્રકોને મડદાઘર બનાવ્યા

CNNના રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્કની અનેક હોસ્પિટલોમાં ટેન્ટ અને રેફિજરેટર ટ્રકોને મડદા ઘર બનાવવામાં આવી રહ્યા છે. અહીંના ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું કે, સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. ન્યૂયોર્કમાં પહેલા જ ઇમરજન્સીની જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવી જ રીતે કામચલાઉ મડદાઘર 9/11ના હુમલા બાદ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, કોરોના વાયરસથી મોત બાદ લાશોને અલગ શબઘરોમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના કારણે તેનું સંક્રમણ વધુ ન ફેલાય.

અમેરિકાના અનેક શહેરોની સ્થિતિ અંગે જાણી કંપી ઉઠશો

અમેરિકાના અધિકારીઓના જણાવ્યાનુસાર ન્યૂયોર્ક ઉપરાંત નોર્થ કેરોલિનામાં પણ આ પ્રકારના ટેન્ટ અને રેફ્રિજરેટર ટ્રક તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 1000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં આવનારા દિવસોમાં વેન્ટીલેટરની ઘટાડો આવી શકે છે. અમેરિકામાં 20 ટકાથી વધુ દર્દીઓને આઈસીયુમાં દાખલ કરાયા છે અને તેમાથી 80 ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે છે.

શું ન્યૂયોર્ક વુહાન બની જશે?

બીજી તરફ, WHO તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પૂરી દુનિયા માટે કોરોના વાયરસનું નવું કેન્દ્ર બની ગયું છે. ચીનના વુહાન બાદ સૌથી વધુ મોત આ શહેરમાં થઈ શકે છે. ન્યૂયોર્કની વસ્તી લગભગ 80 લાખ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે 150થી વધુ મોત થયા છે. તાજા આંકડાઓ મુજબ, અત્યાર સુધી અમેરિકામાં 85 હજાર લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.

અમેરિકામાં નોંધાઈ રહેલા કુલ કેસમાંથી 55 ટકા કેસ ન્યૂયોર્કમાં નોંધાઈ રહ્યા છે

અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાઈરસની મોટી અસર જોવા મળી રહી છે. નોંધાયેલા કુલ કેસ અને નવા નોંધાતા કુલ કેસમાં 55 ટકા કેસ એકલા ન્યૂયોર્કમાં નોંધાઈ રહ્યા છે. અહીં તાવ અને શરદીના લક્ષણો ધરાવતા 86 ટકા લોકોએ પોતાનો ટેસ્ટ કરાવ્યો છે. અમેરિકામાં કોરોનાના કુલ 85594 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1300 છે.

કોરોના વાઈરસની દેશ પ્રમાણે સ્થિતિ

દેશ કેસ મોત
અમેરિકા 85594 1300
ચીન 81340 3292
ઈટાલી 80589 8215
સ્પેન 57786 4365
જર્મની 43938 267
ઈરાન 29406 2234
ફ્રાન્સ 29155 1696
સ્વિત્ઝરલેન્ડ 11811 192
બ્રિટન 11658 578
દ. કોરિયા 9332 139
નેધરલેન્ડ 7431 434
ઓસ્ટ્રિયા 6909 49
બેલ્જિયમ 6235 220
 કેનેડા 4043 39
તુર્કી 3629 75
પોર્ટુગલ 3544 60
નોર્વે 3372 60
ઓસ્ટ્રેલિયા 3050 13
બ્રાઝીલ 2985 77
સ્વિડન 2840 77
ઈઝરાયલ 2693 8
મલેશિયા 2031 23
ડેનમાર્ક 1877 41
ભારત 727 20

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો